રૂપાલાના વિરોધમાં સોનગઢમાં સજ્જડ બંધ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, સોજિત્રામાં ક્ષત્રિયાણીઓ મેદાને

Lok Sabha Elections 2024 | ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે  ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય કરાયો હતો, જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. રૂપાલા અને ભાજપના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ગુરૂવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોને અન્યસમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા હતાં. સોનગઢ ગામ આખો દિવસ સજ્જડ બંધ રહ્યુ હતુ અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સોનગઢ ગામના લોકો ભેગા થયા હતા અને રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિયસમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે અને ભાજપના ઉમેદવારને હરાવવા પ્રયાસ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે. સોજિત્રામાં ક્ષત્રિયાણીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુંઆણંદ જિલ્લાના સોજિત્રામાં રૂપાલાના વિરોધમાં ગુરૂવારથી ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. સોજિત્રાના શ્રી ક્ષેમકલ્યાણી માતાના મંદિરે સોજિત્રા તથા આસપાસની મહિલાઓએ એકત્ર થઈ પ્રતિક ઉપવાસ શરૂ કરી ભાજપ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરુવારથી શરૂ થયેલું આ પ્રતિક ઉપવાસ આંદોલન આગામી તા.૭મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી જારી રહેશે. દરરોજ સવારે ૧૦થી ૪ કલાક સુધી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરી વિરોધ વ્યક્ત કરશે. પ્રથમ દિવસે મહિલાઓએ નારા લગાવી ભાજપ વિરોધી મતદાન કરવા લોકોને આહવાન કર્યું હતું.મોડાસામાં ભાજપના બે કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શનકેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને વિરોધ હજુ શમતો નથી. અરવલ્લીના માલપુર અને મેઘરજૂ ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના વિરોધ બાદ હવે મોડાસા શહેરના ઉમિયા ચોક ખાતે ગત બુધવારની સાંજે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનઅને સામાજિક સંવાદ કાર્યક્રમ જુદાજુદા ૨૧ બક્ષીપંચ સમાજના અગ્રણીઓ, ભાજપના કાર્યકરો અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાઈ રહ્યો હતો. ત્યારે ચાલુ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો હાથમાં ભગવા ઝંડા લઈને જયશ્રી રામ, જય ભવાનીના નારા સાથે ત્યાં ઘસી આવ્યા હતા અને “રૂપાલા હાય હાય”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૫ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.કઠલાલના કાકરખાડમાં ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ કેસરિયા ફરકાવી વિરોધખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાકરખાડ ગામે પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલાનો ક્ષત્રિય સમાજના યુવકોએ હાથમાં કેસરિયો ઝંડો લઈ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ગામને પાટિયા પાસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસે કોર્ડન કરી રાખ્યા હતા. ત્યારે વિરોધ ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર અને ધારાસભ્યનો કાફલો ફટાફટ ત્યાંથી પસાર થઈ ગયો હતો. પ્રચાર સમયે પાંખી હાજરી વર્તાતા ઉમેદવાર લોકો સાથે માત્ર મુલાકાત કરી નીકળી ગયા હતા.

રૂપાલાના વિરોધમાં સોનગઢમાં સજ્જડ બંધ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, સોજિત્રામાં ક્ષત્રિયાણીઓ મેદાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 | ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે  ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય કરાયો હતો, જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. રૂપાલા અને ભાજપના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ગુરૂવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોને અન્યસમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા હતાં. સોનગઢ ગામ આખો દિવસ સજ્જડ બંધ રહ્યુ હતુ અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સોનગઢ ગામના લોકો ભેગા થયા હતા અને રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિયસમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે અને ભાજપના ઉમેદવારને હરાવવા પ્રયાસ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે. 

સોજિત્રામાં ક્ષત્રિયાણીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું

આણંદ જિલ્લાના સોજિત્રામાં રૂપાલાના વિરોધમાં ગુરૂવારથી ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. સોજિત્રાના શ્રી ક્ષેમકલ્યાણી માતાના મંદિરે સોજિત્રા તથા આસપાસની મહિલાઓએ એકત્ર થઈ પ્રતિક ઉપવાસ શરૂ કરી ભાજપ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરુવારથી શરૂ થયેલું આ પ્રતિક ઉપવાસ આંદોલન આગામી તા.૭મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી જારી રહેશે. દરરોજ સવારે ૧૦થી ૪ કલાક સુધી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરી વિરોધ વ્યક્ત કરશે. પ્રથમ દિવસે મહિલાઓએ નારા લગાવી ભાજપ વિરોધી મતદાન કરવા લોકોને આહવાન કર્યું હતું.

મોડાસામાં ભાજપના બે કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને વિરોધ હજુ શમતો નથી. અરવલ્લીના માલપુર અને મેઘરજૂ ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના વિરોધ બાદ હવે મોડાસા શહેરના ઉમિયા ચોક ખાતે ગત બુધવારની સાંજે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનઅને સામાજિક સંવાદ કાર્યક્રમ જુદાજુદા ૨૧ બક્ષીપંચ સમાજના અગ્રણીઓ, ભાજપના કાર્યકરો અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાઈ રહ્યો હતો. ત્યારે ચાલુ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો હાથમાં ભગવા ઝંડા લઈને જયશ્રી રામ, જય ભવાનીના નારા સાથે ત્યાં ઘસી આવ્યા હતા અને “રૂપાલા હાય હાય”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૫ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

કઠલાલના કાકરખાડમાં ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ કેસરિયા ફરકાવી વિરોધ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાકરખાડ ગામે પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલાનો ક્ષત્રિય સમાજના યુવકોએ હાથમાં કેસરિયો ઝંડો લઈ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ગામને પાટિયા પાસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસે કોર્ડન કરી રાખ્યા હતા. ત્યારે વિરોધ ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર અને ધારાસભ્યનો કાફલો ફટાફટ ત્યાંથી પસાર થઈ ગયો હતો. પ્રચાર સમયે પાંખી હાજરી વર્તાતા ઉમેદવાર લોકો સાથે માત્ર મુલાકાત કરી નીકળી ગયા હતા.