એસ્ટેટ વિભાગની બેદરકારીથી અમદાવાદના સાત ઝોનના સાત રોડ દબાણમુકત કરી ના શકાયા

        અમદાવાદ,બુધવાર,22 મે,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીથી શહેરના સાત ઝોનમાં ઝોન દીઠ નકકી કરવામા આવેલા એક રોડને દબાણમુકત કરી શકાયો નથી. પાંચ માર્ચ-૨૪ના રોજ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટિની બેઠકમાં ઝોન દીઠ એક રોડ દબાણમુકત કરવા નિર્ણય કરાયો હતો. શહેરમાં વિવિધ રોડ ઉપર વધતા જતા દબાણને ધ્યાનમા લઈ ઉસ્માનપુરા ક્રોસ રોડ, નહેરુનગર ક્રોસ રોડથી અંજલીક્રોસ રોડ ઉપરાંત સુરધારા સર્કલ,સાલ હોસ્પિટલ ક્રોસ રોડથી જજીસ બંગલા રોડ, નરોડા મુકિતધામ,હંસપુરા બસસ્ટેન્ડથી દહેગામ સર્કલ સુધી ઉપરાંત નારોલ સર્કલ,ચંડોળા લેકથી દાણીલીમડાથી જમાલપુર બ્રિજ તેમજ વિદ્યામંદિર સ્કૂલ રોડ,વસ્ત્રાલ,દિલ્હી દરવાજા ક્રોસ રોડથી શાહીબાગ અંડરપાસ, ઉમિયાહોલ ક્રોસ રોડથી પ્રભાતચોક સહિતના રોડ દબાણમુકત કરવા એસ્ટેટ વિભાગને આદેશ અપાયો હતો. ટી.પી.કમિટિ ચેરમેન પ્રિતિશ મહેતાના કહેવા મુજબ, એસ્ટેટના અધિકારીઓને કમિટિની આગામી બેઠકમાં તેમને આપવામા આવેલી સુચના બાદ કયાં-કેટલો અમલ કરાયો એ અંગે સંપૂર્ણ વિગત માંગી છે.રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો સર્વે કરી નોટિસ આપવા એસ્ટેટ વિભાગને કમિટિ બેઠકમાં સુચના અપાઈ હતી.મ્યુનિ.ના પે એન્ડ પાર્કીંગમાં કયુ.આર.કોડ સિસ્ટમ લાગૂ કરી પાર્કિંગ માટેના ચાર્જ વસૂલવા સિસ્ટમ ઉભી કરવામા આવશે.

એસ્ટેટ વિભાગની બેદરકારીથી અમદાવાદના સાત ઝોનના સાત રોડ દબાણમુકત કરી ના શકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,બુધવાર,22 મે,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીથી શહેરના સાત ઝોનમાં ઝોન દીઠ નકકી કરવામા આવેલા એક રોડને દબાણમુકત કરી શકાયો નથી. પાંચ માર્ચ-૨૪ના રોજ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટિની બેઠકમાં ઝોન દીઠ એક રોડ દબાણમુકત કરવા નિર્ણય કરાયો હતો.

શહેરમાં વિવિધ રોડ ઉપર વધતા જતા દબાણને ધ્યાનમા લઈ ઉસ્માનપુરા ક્રોસ રોડ, નહેરુનગર ક્રોસ રોડથી અંજલીક્રોસ રોડ ઉપરાંત સુરધારા સર્કલ,સાલ હોસ્પિટલ ક્રોસ રોડથી જજીસ બંગલા રોડ, નરોડા મુકિતધામ,હંસપુરા બસસ્ટેન્ડથી દહેગામ સર્કલ સુધી ઉપરાંત નારોલ સર્કલ,ચંડોળા લેકથી દાણીલીમડાથી જમાલપુર બ્રિજ તેમજ વિદ્યામંદિર સ્કૂલ રોડ,વસ્ત્રાલ,દિલ્હી દરવાજા ક્રોસ રોડથી શાહીબાગ અંડરપાસ, ઉમિયાહોલ ક્રોસ રોડથી પ્રભાતચોક સહિતના રોડ દબાણમુકત કરવા એસ્ટેટ વિભાગને આદેશ અપાયો હતો. ટી.પી.કમિટિ ચેરમેન પ્રિતિશ મહેતાના કહેવા મુજબ, એસ્ટેટના અધિકારીઓને કમિટિની આગામી બેઠકમાં તેમને આપવામા આવેલી સુચના બાદ કયાં-કેટલો અમલ કરાયો એ અંગે સંપૂર્ણ વિગત માંગી છે.રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો સર્વે કરી નોટિસ આપવા એસ્ટેટ વિભાગને કમિટિ બેઠકમાં સુચના અપાઈ હતી.મ્યુનિ.ના પે એન્ડ પાર્કીંગમાં કયુ.આર.કોડ સિસ્ટમ લાગૂ કરી પાર્કિંગ માટેના ચાર્જ વસૂલવા સિસ્ટમ ઉભી કરવામા આવશે.