Gujarat Monsoon મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આગામી 17 જૂનથી ચોમાસુ થશે સક્રિય 17 જૂનથી 22 જૂન સુધી રહેશે વરસાદ દ.ભારતમાં ચોમાસાની આગેકૂચ પડી શકે નબળી આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે. તેમાં પવનની ગતિ પણ તેજ રહેશે. દ.ભારતમાં ચોમાસાની આગેકૂચ નબળી પડી શકે છે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. તેમજ વરસાદ મામલે પણ રાહત સમાચાર સામે આવ્યા છે.22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન જોકે હાલ થોડા દિવસ થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદારા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.આમ મંદ પડેલુ ચોમાસું 4 દિવસમાં સક્રિય થશે. 17 થી 22 જુનમાં ફરી ચોમાસું સક્રિય થય જશે. 22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ થશે. વીજળી વધુ થશે. 30 થી 45 કિલોમીટરન ઝડપે પવન ફુકાશે. 22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન છે. નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી એક તરફ રાજ્યમાં ચોમાસુ નબળું પડ્યું છે. જેમાં નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, વલસાડ અને તાપી, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ, ગીર સોમનાથમાં 15મી જૂને વરસાદની સંભાવના છે. તેમજ નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં 16મી જૂને વરસાદની સંભાવના છે. કેરળથી ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતું ચોમાસું હવે નબળું પડી ગયું ગુજરાતમાં ચોમાસુ વહેલું પ્રવેશ્યું હતું અને તેના નબળા પડ્યા બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને પવન પ્રવર્તી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂને ચોમાસાની શરૂઆત થઈ હતી, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે. તેથી આ વર્ષે રાજ્યમાં ચોમાસાના આગમનને સમય પહેલા ગણવામાં આવશે. કેરળથી ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતું ચોમાસું હવે નબળું પડી ગયું છે.

Gujarat Monsoon મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી 17 જૂનથી ચોમાસુ થશે સક્રિય
  • 17 જૂનથી 22 જૂન સુધી રહેશે વરસાદ
  • દ.ભારતમાં ચોમાસાની આગેકૂચ પડી શકે નબળી

આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે. તેમાં પવનની ગતિ પણ તેજ રહેશે. દ.ભારતમાં ચોમાસાની આગેકૂચ નબળી પડી શકે છે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. તેમજ વરસાદ મામલે પણ રાહત સમાચાર સામે આવ્યા છે.

22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન

જોકે હાલ થોડા દિવસ થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદારા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.આમ મંદ પડેલુ ચોમાસું 4 દિવસમાં સક્રિય થશે. 17 થી 22 જુનમાં ફરી ચોમાસું સક્રિય થય જશે. 22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ થશે. વીજળી વધુ થશે. 30 થી 45 કિલોમીટરન ઝડપે પવન ફુકાશે. 22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન છે.

નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી

એક તરફ રાજ્યમાં ચોમાસુ નબળું પડ્યું છે. જેમાં નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, વલસાડ અને તાપી, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ, ગીર સોમનાથમાં 15મી જૂને વરસાદની સંભાવના છે. તેમજ નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં 16મી જૂને વરસાદની સંભાવના છે.

કેરળથી ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતું ચોમાસું હવે નબળું પડી ગયું

ગુજરાતમાં ચોમાસુ વહેલું પ્રવેશ્યું હતું અને તેના નબળા પડ્યા બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને પવન પ્રવર્તી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂને ચોમાસાની શરૂઆત થઈ હતી, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે. તેથી આ વર્ષે રાજ્યમાં ચોમાસાના આગમનને સમય પહેલા ગણવામાં આવશે. કેરળથી ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતું ચોમાસું હવે નબળું પડી ગયું છે.