રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ યુવતીનું મોત, સૌથી વધુ કેસ જેતપુર તાલુકામાં નોંધાયા

કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત એક મહિનામાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા સૌથી વધુ જેતપુર તાલુકામાં 5 કેસ નોંધાયા રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ યુવતીનું મોત થયુ છે. જેમાં કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. એક મહિનામાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં 5 કેસ નોંધાયા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂનો સતત પ્રકોપ વધતો જાય છે શહેરમાં સ્વાઇન ફ્લૂનો સતત પ્રકોપ વધતો જાય છે. જેમાં જસદણના યુવાન તેમજ કોટડા સંગણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ છે. તેમજ રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 16 દર્દીઓ નોંધાયા છે. તેમાં જેતપુર પંથકમાં 5 કેસ, ધોરાજી, લોધીકા, પડધરીમાં એક એક કેસ, જ્યારે ઉપલેટા, જસદણ અને રાજકોટ તાલુકામાં સ્વાઇન ફ્લુના 2-2 કેસ નોંધાયા છે. યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત નિપજતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ એક પ્રકારનો સંક્રમક રોગ છે. આ રોગ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસને કારણે થાય છે. સ્વાઇન ફ્લૂ શ્વાસથી ફેલાતી બિમારી છે. તે H1N1 નામના વાયરસથી ફેલાય છે. જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે. મોં વાટે તે શ્વાશનળીમાં જઇ ફેફસામાં પહોંચે છે. 

રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ યુવતીનું મોત, સૌથી વધુ કેસ જેતપુર તાલુકામાં નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત
  • એક મહિનામાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા
  • સૌથી વધુ જેતપુર તાલુકામાં 5 કેસ નોંધાયા

રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ યુવતીનું મોત થયુ છે. જેમાં કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. એક મહિનામાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં 5 કેસ નોંધાયા છે.

શહેરમાં સ્વાઇન ફ્લૂનો સતત પ્રકોપ વધતો જાય છે

શહેરમાં સ્વાઇન ફ્લૂનો સતત પ્રકોપ વધતો જાય છે. જેમાં જસદણના યુવાન તેમજ કોટડા સંગણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ છે. તેમજ રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 16 દર્દીઓ નોંધાયા છે. તેમાં જેતપુર પંથકમાં 5 કેસ, ધોરાજી, લોધીકા, પડધરીમાં એક એક કેસ, જ્યારે ઉપલેટા, જસદણ અને રાજકોટ તાલુકામાં સ્વાઇન ફ્લુના 2-2 કેસ નોંધાયા છે. યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત નિપજતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે

સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ એક પ્રકારનો સંક્રમક રોગ છે. આ રોગ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસને કારણે થાય છે. સ્વાઇન ફ્લૂ શ્વાસથી ફેલાતી બિમારી છે. તે H1N1 નામના વાયરસથી ફેલાય છે. જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે. મોં વાટે તે શ્વાશનળીમાં જઇ ફેફસામાં પહોંચે છે.