રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: પીએમ મોદી, ગૃહમંત્રી સહિત નેતાઓએ આપી મૃતકોને શ્રદ્ધાંજલિ

TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોતપીએમ મોદીએ મૃતકો પ્રત્યે વ્યક્ત કર્યું દુઃખ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયની જાહેરાત  રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. તો, રાજકોટમાં TRP મોલમાં આવેલ ગેમ ઝોનમાં લાગેલ આગને પગલે ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરી છે અને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયની જાહેરાત કરતાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ કરુણાંતિકાને લઈને વ્યક્ત કર્યું દુઃખ TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પીએમ મોદીએ ટ્વિટર (X) પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું. તો અન્ય એક ટ્વિટમાં પીએમ મોદી લખ્યું હતું કે રાજકોટમાં આગની ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે. ગુજરાતનાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઘટનાને લઈને ચર્ચા કરી છે અને શક્ય તમામ સહાયતા પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઇ સહાયની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાને લઈને ટ્વિટ કરતાં સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના કરવાની જાહેરાત કરતાં મૃતક પરિવારો માટે 4 લાખ અને ઇજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરી છે. તો સાથે સાથે તેમણે લખ્યું છે કે આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. અગ્નિકાંડ પર ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ રાજકોટના TRP ગેમ ઝોન કરુણાંતિકાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ અકસ્માત અંગે જાણકારી મેળવી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાહુલ ગાંધીએ શોકાકુળ પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના તો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ રાજકોટ કરુણાંતિકાએ લઈને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે રાજકોટ ગેમઝોનમાં માસૂમ બાળકોની સાથે અનેક લોકોના મોતના સમાચાર ખૂબ જ આધાતજનક છે. રાહુલ ગાંધીએ તમામ શોકાકુળ પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે તો સાથે સાથે ઘાયલોના જલ્દી સજા થવા માટે પ્રાર્થના કરી છે. તો સાથે સાથે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને અપીલ કરતાં લખ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓને અનુરોધ છે કે તેઓ રાહત અને બચાવ કામગીરીમાં વહીવટી તંત્રની શક્ય તમામ મદદ કરે. તેમજ ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા છે કે આ ઘટનાની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરીને તમામ શોકમગ્ન પરિવારોને ન્યાય અપાવે. રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા.રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: પીએમ મોદી, ગૃહમંત્રી સહિત નેતાઓએ આપી મૃતકોને શ્રદ્ધાંજલિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત
  • પીએમ મોદીએ મૃતકો પ્રત્યે વ્યક્ત કર્યું દુઃખ 
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયની જાહેરાત 

રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

તો, રાજકોટમાં TRP મોલમાં આવેલ ગેમ ઝોનમાં લાગેલ આગને પગલે ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરી છે અને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયની જાહેરાત કરતાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

PM મોદીએ કરુણાંતિકાને લઈને વ્યક્ત કર્યું દુઃખ

TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પીએમ મોદીએ ટ્વિટર (X) પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું. તો અન્ય એક ટ્વિટમાં પીએમ મોદી લખ્યું હતું કે રાજકોટમાં આગની ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે. ગુજરાતનાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઘટનાને લઈને ચર્ચા કરી છે અને શક્ય તમામ સહાયતા પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઇ સહાયની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાને લઈને ટ્વિટ કરતાં સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના કરવાની જાહેરાત કરતાં મૃતક પરિવારો માટે 4 લાખ અને ઇજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરી છે. તો સાથે સાથે તેમણે લખ્યું છે કે આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.

અગ્નિકાંડ પર ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ

રાજકોટના TRP ગેમ ઝોન કરુણાંતિકાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ અકસ્માત અંગે જાણકારી મેળવી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

રાહુલ ગાંધીએ શોકાકુળ પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

તો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ રાજકોટ કરુણાંતિકાએ લઈને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે રાજકોટ ગેમઝોનમાં માસૂમ બાળકોની સાથે અનેક લોકોના મોતના સમાચાર ખૂબ જ આધાતજનક છે. રાહુલ ગાંધીએ તમામ શોકાકુળ પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે તો સાથે સાથે ઘાયલોના જલ્દી સજા થવા માટે પ્રાર્થના કરી છે. તો સાથે સાથે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને અપીલ કરતાં લખ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓને અનુરોધ છે કે તેઓ રાહત અને બચાવ કામગીરીમાં વહીવટી તંત્રની શક્ય તમામ મદદ કરે. તેમજ ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા છે કે આ ઘટનાની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરીને તમામ શોકમગ્ન પરિવારોને ન્યાય અપાવે.

રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો

આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા.

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ

રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.