'રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર...' સુઓમોટો હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી

Rajkot Game Zone Fire: રાજકોટમાં TRP ગેમઝોનમાં શનિવારે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગંભીર ટિપ્પણીઓ કરી હતી.હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગેમઝોન મુદ્દે જવાબ માગ્યોરાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 32 લોકો હોમાયા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણ હાથ ધરી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સિંધુભવન, એસ.પી રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવ્યા હતા.  DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયાનોંધનીય છે કે શનિવારે શહેરમાં ગેમ ઝોનના ડોમમાં વિકરાળ આગ લાગ્યા બાદ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. જોકે મૃતદેહો એ હદે સળગી ગયા છે કે કોઇની ઓળખ કરી શકાય તેમ નથી. ત્યારે હવે માતા-પિતા અથવા ભાઈ-બહેનના તેમજ સ્વજનોના DNA સેમ્પલિંગ લેવાયા છે. સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેનો 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી હજુ સુધી પહોંચ્યા નથી.મુખ્યમંત્રી ઘટનાની વિગતો મેળવીઆજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને ઘટના પાછળ થવાના કારણો સહિત બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અગ્નિકાંડમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત AIIMS પહોંચીને ડૉક્ટર્સ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો

'રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર...' સુઓમોટો હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Game Zone Fire: રાજકોટમાં TRP ગેમઝોનમાં શનિવારે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગંભીર ટિપ્પણીઓ કરી હતી.

હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો

રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 32 લોકો હોમાયા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણ હાથ ધરી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સિંધુભવન, એસ.પી રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવ્યા હતા.  

DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા

નોંધનીય છે કે શનિવારે શહેરમાં ગેમ ઝોનના ડોમમાં વિકરાળ આગ લાગ્યા બાદ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. જોકે મૃતદેહો એ હદે સળગી ગયા છે કે કોઇની ઓળખ કરી શકાય તેમ નથી. ત્યારે હવે માતા-પિતા અથવા ભાઈ-બહેનના તેમજ સ્વજનોના DNA સેમ્પલિંગ લેવાયા છે. સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેનો 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી હજુ સુધી પહોંચ્યા નથી.

મુખ્યમંત્રી ઘટનાની વિગતો મેળવી

આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને ઘટના પાછળ થવાના કારણો સહિત બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અગ્નિકાંડમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત AIIMS પહોંચીને ડૉક્ટર્સ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો