'ન તો ઇમરજન્સી એક્ઝિટ કે ન અગ્નિશામક સાધનો..' અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતી

Rajkot Game Zone Fire: રાજકોટ શહેર માટે શનિવારનો દિવસ ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બની ગયો છે. શનિવાર સાંજે  શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે. તેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. ત્યારે હવે ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્યની આપવીતી વિશે માહિતી આપી હતી.આગ લાગી છે એવો અવાજ સંભળાયોભયાનક દ્રશ્યનું વર્ણન કરતાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે 'અમે થોડા સમય પહેલા જ ગેમ ઝોનની અંદર પહોંચ્યા હતા. મારી સાથે મારા ત્રણ મિત્રો હતા. શનિવાર ગેમ ઝોનની અંદર ભારે ભીડ હતી. પહેલા માળે અમારી સાથે 100 કરતા પણ વધુ લોકો હતા જ્યારે એટલા જ લોકો નીચે હતા. અમે પહેલા કઈ રમત રમવી એ વિચારી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્ટાફે અમને ઝડપથી નીચે આવવા કહ્યું. ત્યારબાદ અચાનક ભાગો, દોડો, આગ લાગી છે એવો અવાજ સાંભળવા મળ્યો હતો.' એક જ ગેટ પર ભારે ભીડ એક્ઠી થઈ ગઈઆગળ બોલતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે 'અમને લાગ્યું કે તે નાની આગ હોઈ શકે છે. પરંતુ થોડીવારમાં જ તે બધે ફેલાઈ ગઈ હતી અને ચારે બાજુ અંધાધૂંધી હતી. બધા બહાર નીકળવવા માટે એક્ઝિટ ગેટ તરફ દોડ્યા હતા. આ ઘટનાને લઈને વધુમાં જણાવતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે 'લોકો પોતાનો જીવ બચાવવા માટે એકબીજા પર ચઢીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગેમ ઝોનમાં એક પણ ઈમરજન્સી એક્ઝિટ ન હતી, જેના કારણે એક જ ગેટ પર ભારે ભીડ એક્ઠી થઈ ગઈ હતી.'મેં બચવાનો પ્રયાસ કર્યોપ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર ગેમ ઝોનની અંદર, મારા મિત્રો સાથે, અન્ય લોકો પણ જીવ બચાવવા બહાર નીકળવાના ગેટ તરફ દોડ્યા, પરંતુ એક જ ગેટ હોવાથી ત્યાં ભારે ભીડ હતી. મારા બંને મિત્રો આ ભીડમાં ફસાઈ ગયા. ત્યાં સુધીમાં આગ એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પાસે પણ ફેલાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, મેં વિચાર્યું કે હવે હું બહાર જઈ શકીશ નહીં. મૃત્યુ પામવા કરતાં બચવાનો પ્રયાસ કરવો વધુ સારું છે. જ્યારે હું આ વિચારી રહ્યો હતો, ત્યારે પાર્કની અંદર દરેક જગ્યાએ આગ હતી. ઘણા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પરંતુ કોઈને બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. આ આગમાંથી જે બહાર નીકળવાનો રસ્તો હતો એ એટલો સાંકડો હતો કે એક જ સમયે ઘણા લોકો તેમાંથી પસાર થઈ શકે એમ ન હતા.'આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતુંએક લોકલ ચેનલ સાથે વાત કરતા આ પ્રત્યક્ષદર્શીએ દર્દનાક ઘટનાનું વર્ણન કરતા વધુમાં કહ્યું હતું કે 'લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા, પણ કોઈ બહાર નીકળવાનો રસ્તો જ દેખાઈ રહ્યો ન હતો, આ ઉપરાંત આગ ઓલવવાના સાધન કે એવી વસ્તું કશું દેખાતું ન હતું કે જેનાથી અમે થોડા અંશે પણ આગ ઓલવી શકીએ. હું ગમે તેમ કરીને બહાર નીકળી ગયો હતો, પણ મારા બે મીત્રો હજુપણ ગુમ છે. હું મારા મીત્રોને શોધી રહ્યો છું. આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું.'રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો

'ન તો ઇમરજન્સી એક્ઝિટ કે ન અગ્નિશામક સાધનો..' અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Game Zone Fire: રાજકોટ શહેર માટે શનિવારનો દિવસ ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બની ગયો છે. શનિવાર સાંજે  શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે. તેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. ત્યારે હવે ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્યની આપવીતી વિશે માહિતી આપી હતી.

આગ લાગી છે એવો અવાજ સંભળાયો

ભયાનક દ્રશ્યનું વર્ણન કરતાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે 'અમે થોડા સમય પહેલા જ ગેમ ઝોનની અંદર પહોંચ્યા હતા. મારી સાથે મારા ત્રણ મિત્રો હતા. શનિવાર ગેમ ઝોનની અંદર ભારે ભીડ હતી. પહેલા માળે અમારી સાથે 100 કરતા પણ વધુ લોકો હતા જ્યારે એટલા જ લોકો નીચે હતા. અમે પહેલા કઈ રમત રમવી એ વિચારી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્ટાફે અમને ઝડપથી નીચે આવવા કહ્યું. ત્યારબાદ અચાનક ભાગો, દોડો, આગ લાગી છે એવો અવાજ સાંભળવા મળ્યો હતો.' 

એક જ ગેટ પર ભારે ભીડ એક્ઠી થઈ ગઈ

આગળ બોલતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે 'અમને લાગ્યું કે તે નાની આગ હોઈ શકે છે. પરંતુ થોડીવારમાં જ તે બધે ફેલાઈ ગઈ હતી અને ચારે બાજુ અંધાધૂંધી હતી. બધા બહાર નીકળવવા માટે એક્ઝિટ ગેટ તરફ દોડ્યા હતા. આ ઘટનાને લઈને વધુમાં જણાવતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે 'લોકો પોતાનો જીવ બચાવવા માટે એકબીજા પર ચઢીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગેમ ઝોનમાં એક પણ ઈમરજન્સી એક્ઝિટ ન હતી, જેના કારણે એક જ ગેટ પર ભારે ભીડ એક્ઠી થઈ ગઈ હતી.'

મેં બચવાનો પ્રયાસ કર્યો

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર ગેમ ઝોનની અંદર, મારા મિત્રો સાથે, અન્ય લોકો પણ જીવ બચાવવા બહાર નીકળવાના ગેટ તરફ દોડ્યા, પરંતુ એક જ ગેટ હોવાથી ત્યાં ભારે ભીડ હતી. મારા બંને મિત્રો આ ભીડમાં ફસાઈ ગયા. ત્યાં સુધીમાં આગ એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પાસે પણ ફેલાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, મેં વિચાર્યું કે હવે હું બહાર જઈ શકીશ નહીં. મૃત્યુ પામવા કરતાં બચવાનો પ્રયાસ કરવો વધુ સારું છે. જ્યારે હું આ વિચારી રહ્યો હતો, ત્યારે પાર્કની અંદર દરેક જગ્યાએ આગ હતી. ઘણા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પરંતુ કોઈને બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. આ આગમાંથી જે બહાર નીકળવાનો રસ્તો હતો એ એટલો સાંકડો હતો કે એક જ સમયે ઘણા લોકો તેમાંથી પસાર થઈ શકે એમ ન હતા.'

આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું

એક લોકલ ચેનલ સાથે વાત કરતા આ પ્રત્યક્ષદર્શીએ દર્દનાક ઘટનાનું વર્ણન કરતા વધુમાં કહ્યું હતું કે 'લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા, પણ કોઈ બહાર નીકળવાનો રસ્તો જ દેખાઈ રહ્યો ન હતો, આ ઉપરાંત આગ ઓલવવાના સાધન કે એવી વસ્તું કશું દેખાતું ન હતું કે જેનાથી અમે થોડા અંશે પણ આગ ઓલવી શકીએ. હું ગમે તેમ કરીને બહાર નીકળી ગયો હતો, પણ મારા બે મીત્રો હજુપણ ગુમ છે. હું મારા મીત્રોને શોધી રહ્યો છું. આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું.'

રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો