GirSomnathમાં ઇફ્કો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લીકેટ ખાતર ઝડપાયુ

ગીર સોમનાથમાં ઇફ્કો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લીકેટ ખાતર ઝડપાયુ ઉના તાલુકાનાં તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી કંપનીના સંચાલક અને ડાયરેકટરની પણ ધરપકડ કરવામાં આવી ગીર સોમનાથમાં કોડીનાર કિશાન એકતા સમિતિ અને ખેડૂત નેતાઓની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં ડુપ્લીકેટ ખાતર બનાવનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ નવાબંદર પોલીસે કરી છે.આથી ડુપ્લીકેટ ખાતર વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.  ઉના તાલુકાનાં તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી ગીર સોમનાથનાં ઉના તાલુકાનાં તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી હતી. આ એગ્રો સંચાલકે આસપાસ અને કોડીનારનાં ખેડૂતોને જ્યારે ડિએપી ખાતરની અછત હતી ત્યારે ખાતર વહેચ્યું હતું. એક તરફ ડીએપી ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા હતા એવા સમયે અહીં જોઈએ તેટલું ખાતર મળતું હતું.જો કે ખેડૂતો ખાતર લાવ્યા બાદ છેતરાયાનું બહાર આવ્યું હતું.આથી કોડીનાર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી.જેની તપાસ લાંબા સમયથી ચાલતી હતી.આખરે પોલીસ ફરિયાદ નોધાતા નવા બંદર પોલીસે મુખ્ય સૂત્રધાર અને વહેંચનારા સહિત ચારને દબોચ્યા છે.ખેડૂત નેતાઓ અને ખેડૂતો આ નકલી ખાતર બનાવતા નેટવર્ક સાથે જોડાયેલા તમામની ધરપકડ કરી અને ઝડપાયેલા તમામની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. કંપનીના સંચાલક અને ડાયરેકટરની પણ ધરપકડ કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને નકલી ખાતર પધરાવી દેનાર તડ ગામના એગ્રો સંચાલક અને તેમને નકલી ખાતર સપ્લાય કરનાર જૂનાગઢનાં શખ્સ બંનેની નવાબંદર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ભાર્ગવ કોપર્સ નામની મહેસાણાની કંપની છે. જેની પાસે અન્ય ખાતર બનવાનું લાયસન હતું.પરંતુ ડીએપી ખાતર બનાવવાનું લાયસન્સ ન હતું.આમ છતાં આ કંપની ડુપ્લીકેટ ડીએપી ખાતર બનાવી સ્પાલાય કરતી હતી. જેના કારણે આ કંપનીના સંચાલક અને ડાયરેકટરની પણ ધરપકડ કરવામાં આવી છે. ચારેય નકલી ખાતરનાં મુખ્ય સૂત્રધારોને જેલ ભેગા કર્યા ગીર સોમનાથ કોડીનાર કિશાન એકતા સમિતિએ ખેતીવાડી અધિકારીને આપેલી ફરિયાદના આધારે ખેતીવાડી અધિકારીએ તડ ગામની કિસાન એગ્રોમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા ઇફ્કો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લીકેટ DAP ખાતર ભરી અને વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા ખેતીવાડી અધિકારીએ નવા બંદર પોલીસને ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને જગતના તાત સાથે કરાતી ખુલ્લી છેતરપિંડીનો નવાબંદર પોલીસે પર્દાફાશ કરી ડુપ્લીકેટ DAP ખાતર વહેંચનાર કિશાન એગ્રો ટ્રેડર્સ તડના સંચાલક પરેશભાઇ પુંજાભાઇ લાખણોત્રા રહે.તડ, મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા રહે.જુનાગઢ - કંપની કમીશન એજન્ટ અને કોપ્સ ફર્ટીલાઈઝર કંપનીના મુખ્ય સંચાલક ભાર્ગવભાઇ કૃષ્ણકાંત રામાનુજ રહે.ચાંદખેડા અમદાવાદ તથા ડાયરેક્ટર નંદકિશોર ઉર્ફે નંદુભાઇ બાબુલાલ લોહાર રહે.ચાંદખેડા અમદાવાદ આ ચારેય નકલી ખાતરનાં મુખ્ય સૂત્રધારોને જેલ ભેગા કર્યા છે.

GirSomnathમાં ઇફ્કો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લીકેટ ખાતર ઝડપાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીર સોમનાથમાં ઇફ્કો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લીકેટ ખાતર ઝડપાયુ
  • ઉના તાલુકાનાં તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી
  • કંપનીના સંચાલક અને ડાયરેકટરની પણ ધરપકડ કરવામાં આવી

ગીર સોમનાથમાં કોડીનાર કિશાન એકતા સમિતિ અને ખેડૂત નેતાઓની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં ડુપ્લીકેટ ખાતર બનાવનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ નવાબંદર પોલીસે કરી છે.આથી ડુપ્લીકેટ ખાતર વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 ઉના તાલુકાનાં તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી

ગીર સોમનાથનાં ઉના તાલુકાનાં તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી હતી. આ એગ્રો સંચાલકે આસપાસ અને કોડીનારનાં ખેડૂતોને જ્યારે ડિએપી ખાતરની અછત હતી ત્યારે ખાતર વહેચ્યું હતું. એક તરફ ડીએપી ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા હતા એવા સમયે અહીં જોઈએ તેટલું ખાતર મળતું હતું.જો કે ખેડૂતો ખાતર લાવ્યા બાદ છેતરાયાનું બહાર આવ્યું હતું.આથી કોડીનાર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી.જેની તપાસ લાંબા સમયથી ચાલતી હતી.આખરે પોલીસ ફરિયાદ નોધાતા નવા બંદર પોલીસે મુખ્ય સૂત્રધાર અને વહેંચનારા સહિત ચારને દબોચ્યા છે.ખેડૂત નેતાઓ અને ખેડૂતો આ નકલી ખાતર બનાવતા નેટવર્ક સાથે જોડાયેલા તમામની ધરપકડ કરી અને ઝડપાયેલા તમામની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

કંપનીના સંચાલક અને ડાયરેકટરની પણ ધરપકડ કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને નકલી ખાતર પધરાવી દેનાર તડ ગામના એગ્રો સંચાલક અને તેમને નકલી ખાતર સપ્લાય કરનાર જૂનાગઢનાં શખ્સ બંનેની નવાબંદર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ભાર્ગવ કોપર્સ નામની મહેસાણાની કંપની છે. જેની પાસે અન્ય ખાતર બનવાનું લાયસન હતું.પરંતુ ડીએપી ખાતર બનાવવાનું લાયસન્સ ન હતું.આમ છતાં આ કંપની ડુપ્લીકેટ ડીએપી ખાતર બનાવી સ્પાલાય કરતી હતી. જેના કારણે આ કંપનીના સંચાલક અને ડાયરેકટરની પણ ધરપકડ કરવામાં આવી છે.

ચારેય નકલી ખાતરનાં મુખ્ય સૂત્રધારોને જેલ ભેગા કર્યા

ગીર સોમનાથ કોડીનાર કિશાન એકતા સમિતિએ ખેતીવાડી અધિકારીને આપેલી ફરિયાદના આધારે ખેતીવાડી અધિકારીએ તડ ગામની કિસાન એગ્રોમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા ઇફ્કો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લીકેટ DAP ખાતર ભરી અને વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા ખેતીવાડી અધિકારીએ નવા બંદર પોલીસને ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને જગતના તાત સાથે કરાતી ખુલ્લી છેતરપિંડીનો નવાબંદર પોલીસે પર્દાફાશ કરી ડુપ્લીકેટ DAP ખાતર વહેંચનાર કિશાન એગ્રો ટ્રેડર્સ તડના સંચાલક પરેશભાઇ પુંજાભાઇ લાખણોત્રા રહે.તડ, મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા રહે.જુનાગઢ - કંપની કમીશન એજન્ટ અને કોપ્સ ફર્ટીલાઈઝર કંપનીના મુખ્ય સંચાલક ભાર્ગવભાઇ કૃષ્ણકાંત રામાનુજ રહે.ચાંદખેડા અમદાવાદ તથા ડાયરેક્ટર નંદકિશોર ઉર્ફે નંદુભાઇ બાબુલાલ લોહાર રહે.ચાંદખેડા અમદાવાદ આ ચારેય નકલી ખાતરનાં મુખ્ય સૂત્રધારોને જેલ ભેગા કર્યા છે.