ભાવનગરમાં 845 મતદાન મથકો માટે EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી

સાત વિધાનસભા બેઠકના 1 પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યા 125 ટકા લેખે બેલેટ યુનિટ કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારી નાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈ ને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી આગામી 7 મે ના રોજ મતદાન થવાનું હોવાથી કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર એ આગોતરૂં આયોજન કર્યું છે.ભાવનગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. કે. મહેતા ની અધ્યક્ષ સ્થાને તેમજ રાજકીય પક્ષો ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ માં ઈવીએમ અને વીવીપેટ નું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ આજે ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. સ્ટ્રોંગ રૂમમાં મૂકાયા મશીન જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ જિલ્લાની સાત વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ) ને સોંપવામાં આવ્યા હતા તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભા ના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા ભાવનગર લોકસભા બેઠક હેઠળની જિલ્લા ની ૭ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૮૪૫ મતદાન મથકો ખાતે મૂકવા માટે ના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકો માં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમો ઉભા કરવામાં આવ્યા છે. બે યુનિટનો સમાવેશ ઈ.વી.એમ માં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ મતક્ષેત્ર માટે કુલ ૨૩૦૨ BU- બેલેટ યુનિટ અને કુલ ૨૩૦૨ CU- કન્ટ્રોલ યુનિટ તેમજ કુલ ૨૪૮૯ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.

ભાવનગરમાં 845 મતદાન મથકો માટે EVM અને VVPATની  ફાળવણી કરવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાત વિધાનસભા બેઠકના 1 પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યા
  • 125 ટકા લેખે બેલેટ યુનિટ કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારી નાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી
  • લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈ ને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી

આગામી 7 મે ના રોજ મતદાન થવાનું હોવાથી કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર એ આગોતરૂં આયોજન કર્યું છે.ભાવનગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. કે. મહેતા ની અધ્યક્ષ સ્થાને તેમજ રાજકીય પક્ષો ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ માં ઈવીએમ અને વીવીપેટ નું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ આજે ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.


સ્ટ્રોંગ રૂમમાં મૂકાયા મશીન

જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ જિલ્લાની સાત વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ) ને સોંપવામાં આવ્યા હતા તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભા ના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા ભાવનગર લોકસભા બેઠક હેઠળની જિલ્લા ની ૭ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૮૪૫ મતદાન મથકો ખાતે મૂકવા માટે ના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકો માં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમો ઉભા કરવામાં આવ્યા છે.


બે યુનિટનો સમાવેશ

ઈ.વી.એમ માં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ મતક્ષેત્ર માટે કુલ ૨૩૦૨ BU- બેલેટ યુનિટ અને કુલ ૨૩૦૨ CU- કન્ટ્રોલ યુનિટ તેમજ કુલ ૨૪૮૯ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.