ભાવનગર બાસ્કેટબોલ લીગ સ્પર્ધા માટે રપ૬ ખેલાડીની પસંદગી કરાઈ

- 30મીથી ભાવનગર બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનો પ્રારંભ - 1,350 ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ, 128 ભાઈઓ અને 128 બહેનોની પસંદગી કરાઈ ભાવનગર : ભાવનગર શહેરમાં યંગસ્ટર બાસ્કેટબોલ કલબ દ્વારા ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનો પ્રારંભ થશે, જેમાં જુદા જુદા વિભાગની ટીમ વચ્ચે મેચ જીતવા રસાકસી જામશે. હાલ ખેલાડીઓની પસંદગી કરી ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી છે. યંગસ્ટર બાસ્કેટબોલ કલબ દ્વારા આગામી તા. ૩૦ જૂન-૨૦૨૪ ને રવિવાર તેમજ જુલાઈ મહિનામાં ૧/૨ અને ૨૪ થી ૨૮ ના રોજ ભાવનગરમાં ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. ૩ બાય ૩ બાસ્કેટબોલ ગેમનો સમાવેશ ૨૦૨૦ ની ટોક્યો ઓલમ્પિકમાં કરવામાં આવ્યો હતો, આવનાર સમયમાં ૨૦૨૪ ની અંદર પેરીસ ખાતે ઓલમ્પિકમાં ભારતની ટીમ ક્વોલીફાઈ થાય અને તેમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થાય તેવા હેતુથી બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લીગમાં ઓનલાઈન કુલ ૧,૩૫૦ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ, જેમાંથી લીગ માટે ૧૨૮ ભાઈઓના વિભાગમાં અને ૧૨૮ બહેનોના વિભાગમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ અન્ડર-૧૪, ૧૬, ૧૮ અને ૨૫ (સિનિયર) વિભાગમાં રમાડવામાં આવશે. પસંદગી પામેલ ૨૫૬ ખેલાડીઓ સવાર-સાંજ ૮ ટીમો અલગ અલગ કેપ્ટન/ કોચ હેઠળ સવારે ૫ થી ૯ વાગ્યા સુધી અને સાંજે ૫થ૩૦ થી ૯ વાગ્યા સુધી તાલીમ મેળવી રહ્યા છે.ભારતીય બાસ્કેટબોલ ટીમની સિલેકશન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, દેશના બાસ્કેટબોલના નકશામાં ભાવનગરની સકારાત્મક નોંધ લેવાઈ રહી છે તેમજ આ વર્ષ દરમિયાન અન્ડર-૧૪ થી લઇ સિનિયર કેટેગરીમાં કુલ ૫૪ ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામેલ પાંચ ખેલાડીઓ ભારતીય ટીમના કેમ્પમાં તેમજ બે ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદગી પામ્યા છે. 

ભાવનગર બાસ્કેટબોલ લીગ સ્પર્ધા માટે રપ૬ ખેલાડીની પસંદગી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 30મીથી ભાવનગર બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનો પ્રારંભ 

- 1,350 ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ, 128 ભાઈઓ અને 128 બહેનોની પસંદગી કરાઈ 

ભાવનગર : ભાવનગર શહેરમાં યંગસ્ટર બાસ્કેટબોલ કલબ દ્વારા ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનો પ્રારંભ થશે, જેમાં જુદા જુદા વિભાગની ટીમ વચ્ચે મેચ જીતવા રસાકસી જામશે. હાલ ખેલાડીઓની પસંદગી કરી ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 

યંગસ્ટર બાસ્કેટબોલ કલબ દ્વારા આગામી તા. ૩૦ જૂન-૨૦૨૪ ને રવિવાર તેમજ જુલાઈ મહિનામાં ૧/૨ અને ૨૪ થી ૨૮ ના રોજ ભાવનગરમાં ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. ૩ બાય ૩ બાસ્કેટબોલ ગેમનો સમાવેશ ૨૦૨૦ ની ટોક્યો ઓલમ્પિકમાં કરવામાં આવ્યો હતો, આવનાર સમયમાં ૨૦૨૪ ની અંદર પેરીસ ખાતે ઓલમ્પિકમાં ભારતની ટીમ ક્વોલીફાઈ થાય અને તેમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થાય તેવા હેતુથી બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લીગમાં ઓનલાઈન કુલ ૧,૩૫૦ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ, જેમાંથી લીગ માટે ૧૨૮ ભાઈઓના વિભાગમાં અને ૧૨૮ બહેનોના વિભાગમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ અન્ડર-૧૪, ૧૬, ૧૮ અને ૨૫ (સિનિયર) વિભાગમાં રમાડવામાં આવશે. પસંદગી પામેલ ૨૫૬ ખેલાડીઓ સવાર-સાંજ ૮ ટીમો અલગ અલગ કેપ્ટન/ કોચ હેઠળ સવારે ૫ થી ૯ વાગ્યા સુધી અને સાંજે ૫થ૩૦ થી ૯ વાગ્યા સુધી તાલીમ મેળવી રહ્યા છે.

ભારતીય બાસ્કેટબોલ ટીમની સિલેકશન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, દેશના બાસ્કેટબોલના નકશામાં ભાવનગરની સકારાત્મક નોંધ લેવાઈ રહી છે તેમજ આ વર્ષ દરમિયાન અન્ડર-૧૪ થી લઇ સિનિયર કેટેગરીમાં કુલ ૫૪ ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામેલ પાંચ ખેલાડીઓ ભારતીય ટીમના કેમ્પમાં તેમજ બે ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદગી પામ્યા છે.