ભાજપમાં ઠેર ઠેર વિરોધ વચ્ચે પાટીલે કાર્યાકર્તાઓ માટે કરી પોસ્ટ

મને કાર્યકર્તાઓમાં અપાર શ્રદ્ધા છે : પાટીલ‘26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની લીડનો વિશ્વાસ' PMના વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે એક તરફ ભાજપમાં ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવામાં કોઈ જ કસર છોડવામાં આવી રહી નથી. આ વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ટ્વિટર પર પાટીલે પોસ્ટ કર્યું કે, મને કાર્યકર્તાઓ પર અપાર શ્રદ્ધા છે. હાલમાં લોકસભાની ચૂંટણી અંગે તમામ પક્ષોની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે ભાજપમાં ક્યાંક ક્યાંક આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટ્વિટ કરીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતાં ટ્વિટર લખ્યું કે, 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની લીડનો વિશ્વાસ છે. આ માટે મને કાર્યકર્તાઓ પર શ્રદ્ધા છે.છેલ્લા થોડાં દિવસોથી ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સાબરકાંઠા અને વડોદરા જ્યાં વિરોધના પગલે ઉમેદવાર બદલવાની પાર્ટીને જરૂર પડી, જ્યાં પછી પણ હજી વિરોધ શરૂ જ છે. આ તરફ અમરેલીથી લઈ બીજા વિસ્તારોમાં પણ વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે મહત્વની પોસ્ટ કરી છે.જૂનાગઢમાં કાર્યકર્તાઓનો વધાર્યો ઉત્સાહ આ સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે જુનાગઢના પ્રવાસે પહોચ્યા છે. જુનાગઢ શહેર કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલે બુથ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું છે તે સમજાવ્યુ હતું. અને ટ્યૂબમાં હવા ભરવા માટે પંપ જોઇએ તેમ કાર્યકરો પક્ષ માટે મહત્વના છે. જેના સાથે જ કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખ, પેજ સભ્યો ભાજપના પંપ છે. ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો. કૃષ્ણ દ્રારકામાં રહેતા હતા પણ કેટલાંક વિરોધીઓ તેમાં વિશ્વાસ કરતા નહોંતા. મોદીએ બતાવ્યું કૃષ્ણની દ્રારકા નગરી આજે પણ અસ્તીત્વ ધરાવે છે.

ભાજપમાં ઠેર ઠેર વિરોધ વચ્ચે પાટીલે કાર્યાકર્તાઓ માટે કરી પોસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મને કાર્યકર્તાઓમાં અપાર શ્રદ્ધા છે : પાટીલ
  • ‘26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની લીડનો વિશ્વાસ'
  • PMના વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે

એક તરફ ભાજપમાં ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવામાં કોઈ જ કસર છોડવામાં આવી રહી નથી. આ વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ટ્વિટર પર પાટીલે પોસ્ટ કર્યું કે, મને કાર્યકર્તાઓ પર અપાર શ્રદ્ધા છે.

હાલમાં લોકસભાની ચૂંટણી અંગે તમામ પક્ષોની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે ભાજપમાં ક્યાંક ક્યાંક આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટ્વિટ કરીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતાં ટ્વિટર લખ્યું કે, 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની લીડનો વિશ્વાસ છે. આ માટે મને કાર્યકર્તાઓ પર શ્રદ્ધા છે.

છેલ્લા થોડાં દિવસોથી ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સાબરકાંઠા અને વડોદરા જ્યાં વિરોધના પગલે ઉમેદવાર બદલવાની પાર્ટીને જરૂર પડી, જ્યાં પછી પણ હજી વિરોધ શરૂ જ છે. આ તરફ અમરેલીથી લઈ બીજા વિસ્તારોમાં પણ વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે મહત્વની પોસ્ટ કરી છે.

જૂનાગઢમાં કાર્યકર્તાઓનો વધાર્યો ઉત્સાહ

આ સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે જુનાગઢના પ્રવાસે પહોચ્યા છે. જુનાગઢ શહેર કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલે બુથ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું છે તે સમજાવ્યુ હતું. અને ટ્યૂબમાં હવા ભરવા માટે પંપ જોઇએ તેમ કાર્યકરો પક્ષ માટે મહત્વના છે.

જેના સાથે જ કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખ, પેજ સભ્યો ભાજપના પંપ છે. ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો. કૃષ્ણ દ્રારકામાં રહેતા હતા પણ કેટલાંક વિરોધીઓ તેમાં વિશ્વાસ કરતા નહોંતા. મોદીએ બતાવ્યું કૃષ્ણની દ્રારકા નગરી આજે પણ અસ્તીત્વ ધરાવે છે.