બિલ ગામમાં ખેતરમાં ચરતી ગાયને ખેડૂતે પકડી લેતા પશુપાલકનો હુમલો

Crime News Jamnagar : વડોદરાના બિલ ગામમાં નવી વસાહતમાં રહેતા મેહુલકુમાર જયેશભાઈ જાદવ ખેતી કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 11:00 વાગે હું બીલ ગામની સીમમાં આવેલા ખેતરે ગયો હતો, તે સમયે મારા ખેતરમાં એક ગાય ચરતી હતી. હું ગાયને પકડવા ગયો ત્યારે ગાય ખેતરમાંથી ભાગીને ચાંપડ ગામની સીમમાં જતી રહી હતી. વધુંમાં જણાવ્યું કે ત્યારબાદ તેઓએ ગાયની પાછળ જઈને ચાંપડ ગામની સીમમાંથી ગાયને પકડી લીધી હતી. હું ગાયને લઈને ચાલતો ચાલતો મારા ખેતર તરફ આવતો હતો તે સમયે ગાયનો માલિક ધર્મેશ રબારી રહેવાસી ચાપડ ગામ આવી જતા ગાયના ગળામાંથી દોરડું છોડી નાખી મને ગાળો બોલી મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને ધમકી આપી હતી કે આજે તો તને જીવતો નહીં જવા દવ.. ધર્મેશે તેની ડાંગ મને માથામાં મારવા જતા અમે હાથથી પકડવા જતાં મને જમણા હાથે આંગળી પર ઈજા થઈ હતી. ત્યારબાદ ધર્મેશે તેના ચાકરને ગાય ભગાડી જવાનું કહેતા તે ગાય ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ મેં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી અને ધર્મેશ ત્યાંથી ભાગીને જતો રહ્યો હતો.

બિલ ગામમાં ખેતરમાં ચરતી ગાયને ખેડૂતે પકડી લેતા પશુપાલકનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Crime News Jamnagar : વડોદરાના બિલ ગામમાં નવી વસાહતમાં રહેતા મેહુલકુમાર જયેશભાઈ જાદવ ખેતી કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 11:00 વાગે હું બીલ ગામની સીમમાં આવેલા ખેતરે ગયો હતો, તે સમયે મારા ખેતરમાં એક ગાય ચરતી હતી. હું ગાયને પકડવા ગયો ત્યારે ગાય ખેતરમાંથી ભાગીને ચાંપડ ગામની સીમમાં જતી રહી હતી.

વધુંમાં જણાવ્યું કે ત્યારબાદ તેઓએ ગાયની પાછળ જઈને ચાંપડ ગામની સીમમાંથી ગાયને પકડી લીધી હતી. હું ગાયને લઈને ચાલતો ચાલતો મારા ખેતર તરફ આવતો હતો તે સમયે ગાયનો માલિક ધર્મેશ રબારી રહેવાસી ચાપડ ગામ આવી જતા ગાયના ગળામાંથી દોરડું છોડી નાખી મને ગાળો બોલી મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને ધમકી આપી હતી કે આજે તો તને જીવતો નહીં જવા દવ.. ધર્મેશે તેની ડાંગ મને માથામાં મારવા જતા અમે હાથથી પકડવા જતાં મને જમણા હાથે આંગળી પર ઈજા થઈ હતી. ત્યારબાદ ધર્મેશે તેના ચાકરને ગાય ભગાડી જવાનું કહેતા તે ગાય ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ મેં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી અને ધર્મેશ ત્યાંથી ભાગીને જતો રહ્યો હતો.