પંચમહાલમાં એક-બે નહી પણ લીલા ગાંજાના 20 છોડ ખેતરમાંથી મળી આવ્યા

ખેડૂતને ખેતરમાં લીલા ગાંજાની ખેતી કરતા જેલના સળિયા ગણવા પડશે મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના ખેડૂતે ખેતરમાં લીલા ગાંજાની કરી ખેતી ખેડૂત શંકર દાનાભાઈ ડીંડોર સામે પોલીસે હાથધરી કાર્યવાહી મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે પોતાના ભોગવટાના ખેતરમાંથી 5.040 કિલોગ્રામ વાવેતર કરેલ લીલા ગાંજાના 20 છોડ સાથે ગાંજાની ખેતી કરનાર આરોપીને પંચમહાલSOG પોલીસે ઝડપી પાડયો છે.મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે આવેલ ડિંડોર ફળિયામાં રહેતા શંકર ડીંડોર ખેતરમાં ગાંજાનુ વાવેતર કરી રહ્યાં હતા અને વાતની પોલીસને ખબર પડતા પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પાંચ કિલો ગાંજો ઝડપાયો SOG પોલીસે પાંચ કિલો લીલો ગાંજો ઝડપ્યો છે જેની કિંમત રૂપિયા 50,000 થાય છે,મહત્વનું છે કે ખેડૂત દ્વારા છેલ્લા છ મહીનાથી આ રીતે ખેતરની આડમાં ગાંજાની ખેતી કરાતી હતી,તો બીજી તરફ ગાંજાનું વાવેતર કરી ગાંજો કોને મોકલવાનો હતો તેને લઈ તપાસ હાથધરી છે,તો ખેડૂતની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ શકે છે,બીજી તરફ ખેડૂતે પણ પોલીસને તમામ હકીકત જણાવી છે. મહેસાણા SOGની ગત અઠવાડીયાની કામગીરી SOG પોલીસે મહેસાણાના માનવ આશ્રમ નજીકથી ગાંજો સાથે એક શખ્સને પણ પકડી પાડયો છે. મહેસાણા શહેરમાંથી જ રૂ 2.51 લાખના 4.98 કિલો ગાંજા સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. આરોપી રિક્ષા ચાલક પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ગાંજા સાથે સમીરશા ફકીર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા SOGની ટીમે ઓપરેશન પાર પાડી ગાંજો પકડી આરોપીને જેલ હવાલે કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પંચમહાલમાં એક-બે નહી પણ લીલા ગાંજાના 20 છોડ ખેતરમાંથી મળી આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડૂતને ખેતરમાં લીલા ગાંજાની ખેતી કરતા જેલના સળિયા ગણવા પડશે
  • મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના ખેડૂતે ખેતરમાં લીલા ગાંજાની કરી ખેતી
  • ખેડૂત શંકર દાનાભાઈ ડીંડોર સામે પોલીસે હાથધરી કાર્યવાહી

મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે પોતાના ભોગવટાના ખેતરમાંથી 5.040 કિલોગ્રામ વાવેતર કરેલ લીલા ગાંજાના 20 છોડ સાથે ગાંજાની ખેતી કરનાર આરોપીને પંચમહાલSOG પોલીસે ઝડપી પાડયો છે.મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે આવેલ ડિંડોર ફળિયામાં રહેતા શંકર ડીંડોર ખેતરમાં ગાંજાનુ વાવેતર કરી રહ્યાં હતા અને વાતની પોલીસને ખબર પડતા પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પાંચ કિલો ગાંજો ઝડપાયો

SOG પોલીસે પાંચ કિલો લીલો ગાંજો ઝડપ્યો છે જેની કિંમત રૂપિયા 50,000 થાય છે,મહત્વનું છે કે ખેડૂત દ્વારા છેલ્લા છ મહીનાથી આ રીતે ખેતરની આડમાં ગાંજાની ખેતી કરાતી હતી,તો બીજી તરફ ગાંજાનું વાવેતર કરી ગાંજો કોને મોકલવાનો હતો તેને લઈ તપાસ હાથધરી છે,તો ખેડૂતની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ શકે છે,બીજી તરફ ખેડૂતે પણ પોલીસને તમામ હકીકત જણાવી છે.


મહેસાણા SOGની ગત અઠવાડીયાની કામગીરી

SOG પોલીસે મહેસાણાના માનવ આશ્રમ નજીકથી ગાંજો સાથે એક શખ્સને પણ પકડી પાડયો છે. મહેસાણા શહેરમાંથી જ રૂ 2.51 લાખના 4.98 કિલો ગાંજા સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. આરોપી રિક્ષા ચાલક પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ગાંજા સાથે સમીરશા ફકીર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા SOGની ટીમે ઓપરેશન પાર પાડી ગાંજો પકડી આરોપીને જેલ હવાલે કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.