માંજલપુરની પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

 વડોદરા,માંજલપુરમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું. માંજલપુર પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.માંજલપુર મહાકાળી હાઉસિંગમાં રહેતા ૨૮ વર્ષના ચંદ્રિકાબેન સુરેશભાઇ માળીએ ગઇકાલે બપોરે ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા  પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, ચંદ્રિકાબેનના આઠ વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તેઓ દીકરી સાથે પિયરમાં જ રહેતા હતા. ગઇકાલે તેઓ ઝેરી દવા પીને ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓને દર્દ સહન નહીં  થતા ભાઇને જાણ કરી હતી. ભાઇ તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો.

માંજલપુરની  પરિણીતાનો ઝેરી દવા  પીને આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,માંજલપુરમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું. માંજલપુર પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર મહાકાળી હાઉસિંગમાં રહેતા ૨૮ વર્ષના ચંદ્રિકાબેન સુરેશભાઇ માળીએ ગઇકાલે બપોરે ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા  પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, ચંદ્રિકાબેનના આઠ વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તેઓ દીકરી સાથે પિયરમાં જ રહેતા હતા. ગઇકાલે તેઓ ઝેરી દવા પીને ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓને દર્દ સહન નહીં  થતા ભાઇને જાણ કરી હતી. ભાઇ તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો.