નવસારીમાંથી અત્યંત નશીલા 'બુબા કુશ' ગાંજા સાથે 2 ની ધરપકડ

અગ્રવાલ કોલેજના બે વિદ્યાર્થીઓ ઝડપાયાછ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડએમડી ડ્રગ જેટલો જ નશાકારક બુબા કુશ ગાંજોરાજ્યમાં સતત નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું છે. આ વચ્ચે વિવિધ સ્થાનો પર ડ્રગ્સ ઉપરાંતનો જથ્થો મળી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે મરોલી પાસેથી એક લાખથી વધુની કિંમતના વિશિષ્ઠ પ્રકારના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ગાંજાના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની માહિતી અનુસાર, નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એમડી ડ્રગ્સના સમકક્ષ ભાવે અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા બુબા કુશ હાયબ્રીડ ગાંજા સાથે 3ને ઝડપી પાડવા સફળતા મળી છે. સુરતથી લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષોથી વેચાણ માટે આવતા હોવાની વિગતો સામે આવી છે. જેમાં મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થા બાઇક સવાર સૌપ્રથમ 2ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જથ્થો ઉપલબ્ધ કરવનાર સુરતનો સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. નવસારી શહેરમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીબભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહીર જેઓ નવસારી શહેરની અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની માહિતી મળી છે. ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં કોલેજમાં વેચાણ માટે લાવતા હતા કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિશિષ્ટ પ્રકારના ગાંજાના 1 ગ્રામ રૂ.3500 સુધીની કિંમતે વેચાય છે. આ ગાંજો અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે, જે ખૂબ જ ડિમાન્ડમાં હોવા સાથે મોંઘા ભાવે વેચવામાં આવે છે. 

નવસારીમાંથી અત્યંત નશીલા 'બુબા કુશ' ગાંજા સાથે 2 ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્રવાલ કોલેજના બે વિદ્યાર્થીઓ ઝડપાયા
  • છ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
  • એમડી ડ્રગ જેટલો જ નશાકારક બુબા કુશ ગાંજો
રાજ્યમાં સતત નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું છે. આ વચ્ચે વિવિધ સ્થાનો પર ડ્રગ્સ ઉપરાંતનો જથ્થો મળી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે મરોલી પાસેથી એક લાખથી વધુની કિંમતના વિશિષ્ઠ પ્રકારના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ગાંજાના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એમડી ડ્રગ્સના સમકક્ષ ભાવે અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા બુબા કુશ હાયબ્રીડ ગાંજા સાથે 3ને ઝડપી પાડવા સફળતા મળી છે. સુરતથી લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષોથી વેચાણ માટે આવતા હોવાની વિગતો સામે આવી છે.

જેમાં મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થા બાઇક સવાર સૌપ્રથમ 2ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જથ્થો ઉપલબ્ધ કરવનાર સુરતનો સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. નવસારી શહેરમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીબભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહીર જેઓ નવસારી શહેરની અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની માહિતી મળી છે.

ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં કોલેજમાં વેચાણ માટે લાવતા હતા કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિશિષ્ટ પ્રકારના ગાંજાના 1 ગ્રામ રૂ.3500 સુધીની કિંમતે વેચાય છે. આ ગાંજો અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે, જે ખૂબ જ ડિમાન્ડમાં હોવા સાથે મોંઘા ભાવે વેચવામાં આવે છે.