ધોરણ10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે

SSCમાં 3, ધો.12 સા.પ્ર.માં 2 જ્યારે સાયન્સમાં તમામ વિષયની પરીક્ષાદર વખતે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, આ વખતે જૂનમાં લેવાશે ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું ધોરણ.10 અને 12ની માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ચુકી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણીએ એકથી દોઢ મહિનો વહેલુ પરિણામ જાહેર કરવાની પુરજોશમાં કામગીરી કરાઈ રહી છે. પરિણામ વહેલુ જાહેર કરવાની સાથે સાથે જૂલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવાનું આયોજન કરાયું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ પરીક્ષાનું આયોજન કરવાની વિચારણા હતી પરંતુ શાળાઓમાં વેકેશનના લીધે જુનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવુ બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. ધોરણ.10ની માર્ચની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીને જ પુરક પરીક્ષા આપવાની તક મળતી હતી. હવે નવા નિયમ મુજબ ધોરણ.10માં ત્રણ વિષય અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીને પુરક પરીક્ષા આપવા મળશે. આ સિવાય ધોરણ.12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્ચની બોર્ડની પરીક્ષા બાદ જુન-જુલાઈમાં યોજાતી પુરક પરીક્ષામાં ફરી તમામ વિષયોની પરીક્ષા આપવાની તક મળશે. એટલે કે, ધો.12 સાયન્સના તમામ વિષયોની બોર્ડ દ્વારા બે વખત પરીક્ષા યોજવામાં આવશે. જૂના નિયમ મુજબ, ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જૂલાઈમાં યોજાનારી પુરક પરીક્ષા આપવા મળતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ બે-ત્રણ નહી પણ સંપૂર્ણ પરીક્ષા બીજી વખત આપવાની તક મળશે. માત્ર નાપાસ થયેલ વિષય જ નહી, પણ પાસ થયેલા વિષયોની પરીક્ષા બીજી વખત આપી તેમાથી જે પરિણામ ઊંચુ હોય તેની વિદ્યાર્થી પસંદગી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SSCમાં 3, ધો.12 સા.પ્ર.માં 2 જ્યારે સાયન્સમાં તમામ વિષયની પરીક્ષા
  • દર વખતે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, આ વખતે જૂનમાં લેવાશે
  • ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું

ધોરણ.10 અને 12ની માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ચુકી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણીએ એકથી દોઢ મહિનો વહેલુ પરિણામ જાહેર કરવાની પુરજોશમાં કામગીરી કરાઈ રહી છે. પરિણામ વહેલુ જાહેર કરવાની સાથે સાથે જૂલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવાનું આયોજન કરાયું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ પરીક્ષાનું આયોજન કરવાની વિચારણા હતી પરંતુ શાળાઓમાં વેકેશનના લીધે જુનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવુ બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

ધોરણ.10ની માર્ચની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીને જ પુરક પરીક્ષા આપવાની તક મળતી હતી. હવે નવા નિયમ મુજબ ધોરણ.10માં ત્રણ વિષય અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીને પુરક પરીક્ષા આપવા મળશે. આ સિવાય ધોરણ.12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્ચની બોર્ડની પરીક્ષા બાદ જુન-જુલાઈમાં યોજાતી પુરક પરીક્ષામાં ફરી તમામ વિષયોની પરીક્ષા આપવાની તક મળશે. એટલે કે, ધો.12 સાયન્સના તમામ વિષયોની બોર્ડ દ્વારા બે વખત પરીક્ષા યોજવામાં આવશે. જૂના નિયમ મુજબ, ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જૂલાઈમાં યોજાનારી પુરક પરીક્ષા આપવા મળતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ બે-ત્રણ નહી પણ સંપૂર્ણ પરીક્ષા બીજી વખત આપવાની તક મળશે. માત્ર નાપાસ થયેલ વિષય જ નહી, પણ પાસ થયેલા વિષયોની પરીક્ષા બીજી વખત આપી તેમાથી જે પરિણામ ઊંચુ હોય તેની વિદ્યાર્થી પસંદગી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.