Jamnagar News: મંગળવારની સવારે મોદી સ્કૂલમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ઇલેક્ટ્રિક પેનલમા આગ લાગતા અફરા-તફરી સ્કૂલ સ્ટાફ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી ઘટના સમયે શાળામાં 500 વિદ્યાર્થીઓ હાજર હતા મંગળવારની સવારે જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી હોવાની માહિતિ જાણવા મળી રહી છે. આગની ઘટના કેવી રીતે બની તેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ઈલેક્ટ્રિક પેનલમાં આગ લાગવાના કારણે અફરા તફરી સર્જાઈ હતી. શાળાના સ્ટાફે આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો કર્યા અને સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. 5 માળની શાળામાં લાગી આગ જામનગરમાં આવેલી મોદી સ્કૂલમાં કુલ 5 માળ છે. વીજ ઈન્ટોલેશન પેનલમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે 5 માળની આ શાળામાં કુલ 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આગ ભભૂકવા લાગી તો તરત જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાની ઘટનાથી વાલીઓમાં ફફડાટ જ્યારે મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના ચર્ચામાં આવી તો વાલીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ સમયસર આવી ચૂકી હતી અને શાળાના સ્ટાફના પ્રયાસોની મદદથી આગને તરત જ કાબૂમાં લેવાઈ હતી. આ સાથે જ ઘટના સ્થળેથી મળતી માહિકિ અનુસાર અહીં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.  

Jamnagar News: મંગળવારની સવારે મોદી સ્કૂલમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇલેક્ટ્રિક પેનલમા આગ લાગતા અફરા-તફરી
  • સ્કૂલ સ્ટાફ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી
  • ઘટના સમયે શાળામાં 500 વિદ્યાર્થીઓ હાજર હતા

મંગળવારની સવારે જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી હોવાની માહિતિ જાણવા મળી રહી છે. આગની ઘટના કેવી રીતે બની તેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ઈલેક્ટ્રિક પેનલમાં આગ લાગવાના કારણે અફરા તફરી સર્જાઈ હતી. શાળાના સ્ટાફે આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો કર્યા અને સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.


5 માળની શાળામાં લાગી આગ

જામનગરમાં આવેલી મોદી સ્કૂલમાં કુલ 5 માળ છે. વીજ ઈન્ટોલેશન પેનલમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે 5 માળની આ શાળામાં કુલ 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આગ ભભૂકવા લાગી તો તરત જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


આગ લાગવાની ઘટનાથી વાલીઓમાં ફફડાટ

જ્યારે મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના ચર્ચામાં આવી તો વાલીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ સમયસર આવી ચૂકી હતી અને શાળાના સ્ટાફના પ્રયાસોની મદદથી આગને તરત જ કાબૂમાં લેવાઈ હતી. આ સાથે જ ઘટના સ્થળેથી મળતી માહિકિ અનુસાર અહીં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.