જામનગર પાલિકાના સિટી ઈજનેરને ધમકી આપી રૂપિયા એક લાખની ખંડણી માગનાર પૂર્વ કોર્પોરેટર ઝડપાયો

Jamnagar Crime : જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીને તેની કચેરીમાં જ ફાઈલ મંજૂર કરાવવાના પ્રશ્ને દબાણ કરી ધાકધમકી આપવા અંગે તેમજ રૂપિયા એક લાખની ખંડણી માંગવા અંગે પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા સામે સિટી એ.ડિવિઝન પોલીસમાં ગત 28મી માર્ચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પ્રકરણમાં ગઈકાલે પોલીસે આરોપી દીપુ પારિયાની અટકાયત કરી લીધી છે. પોતે પૂર્વ કોર્પોરેટ હોવાથી તેમજ હાલ તેના પત્ની વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ હોવાથી કચેરીમાં અવારનવાર આવતો હતો અને કેટલીક ફાઈલો મંજૂર કરાવવા માટે દબાણ કરી અને દર મહિને એક લાખની ખંડણી આપવી પડશે તેવી માંગણી કરી હતી.જે સમગ્ર પ્રકરણ કમિશનરના ધ્યાનમાં આવ્યું હતું, અને આ બનાવ મામલે સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, અને તેણે જામનગરની અદાલત અને ગુજરાતની વડી અદાલત સુધી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો. આખરે ગઈકાલે સીટી એ.ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે. દરમિયાન આજે તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો, અને પોલીસે બનાવના સ્થળે સીટી ઈજનેરની કચેરી સહિતના વિભાગની મુલાકાત લઈ પંચનામું કર્યું છે. આ ધરપકડને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ચકચાર જાગી છે.

જામનગર પાલિકાના સિટી ઈજનેરને ધમકી આપી રૂપિયા એક લાખની ખંડણી માગનાર પૂર્વ કોર્પોરેટર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime : જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીને તેની કચેરીમાં જ ફાઈલ મંજૂર કરાવવાના પ્રશ્ને દબાણ કરી ધાકધમકી આપવા અંગે તેમજ રૂપિયા એક લાખની ખંડણી માંગવા અંગે પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા સામે સિટી એ.ડિવિઝન પોલીસમાં ગત 28મી માર્ચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પ્રકરણમાં ગઈકાલે પોલીસે આરોપી દીપુ પારિયાની અટકાયત કરી લીધી છે. 

પોતે પૂર્વ કોર્પોરેટ હોવાથી તેમજ હાલ તેના પત્ની વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ હોવાથી કચેરીમાં અવારનવાર આવતો હતો અને કેટલીક ફાઈલો મંજૂર કરાવવા માટે દબાણ કરી અને દર મહિને એક લાખની ખંડણી આપવી પડશે તેવી માંગણી કરી હતી.

જે સમગ્ર પ્રકરણ કમિશનરના ધ્યાનમાં આવ્યું હતું, અને આ બનાવ મામલે સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, અને તેણે જામનગરની અદાલત અને ગુજરાતની વડી અદાલત સુધી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો. આખરે ગઈકાલે સીટી એ.ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે.

 દરમિયાન આજે તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો, અને પોલીસે બનાવના સ્થળે સીટી ઈજનેરની કચેરી સહિતના વિભાગની મુલાકાત લઈ પંચનામું કર્યું છે. આ ધરપકડને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ચકચાર જાગી છે.