જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ક્રેઇન, કાર અને રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત : ૩ વ્યક્તિને ઈજા

rickshawJamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે એક ઓટો રીક્ષા-કાર તેમજ ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા અને કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે, જ્યારે કાર અને રિક્ષામાં ભારે નુકસાન થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી જી.જે.10 -ટી.ઝેડ. 2611 નંબરની ઓટો રીક્ષા અને એક કારની સાથે ત્યાંથી જ પસાર થઈ રહેલી એક ક્રેઇન ટકરાઈ ગઈ હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં કારના આગળના ભાગનો તેમજ રિક્ષાનો ભૂકકો બોલી ગયો હતો, અને કાચ તૂટી ગયા હતા. ઉપરાંત કારમાં બેઠેલી એક વ્યક્તિ તથા રિક્ષામાં બેઠેલી બે વ્યક્તિ સહિત ત્રણને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે. અકસ્માત સર્જનાર ક્રેઇનનો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ક્રેઇન, કાર અને રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત : ૩ વ્યક્તિને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

rickshaw

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે એક ઓટો રીક્ષા-કાર તેમજ ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા અને કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે, જ્યારે કાર અને રિક્ષામાં ભારે નુકસાન થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી જી.જે.10 -ટી.ઝેડ. 2611 નંબરની ઓટો રીક્ષા અને એક કારની સાથે ત્યાંથી જ પસાર થઈ રહેલી એક ક્રેઇન ટકરાઈ ગઈ હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં કારના આગળના ભાગનો તેમજ રિક્ષાનો ભૂકકો બોલી ગયો હતો, અને કાચ તૂટી ગયા હતા. ઉપરાંત કારમાં બેઠેલી એક વ્યક્તિ તથા રિક્ષામાં બેઠેલી બે વ્યક્તિ સહિત ત્રણને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે. અકસ્માત સર્જનાર ક્રેઇનનો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.