UKની યુનિવર્સિટીમાં ફી ભરવાના બહાને ભેજાબાજે 6.87 લાખ પડાવી લીધા

image: FreepikFraud Case Vadodara : વડોદરાના માંજલપુરમાં વિશ્વામિત્રી ટાઉનશીપની પાછળ સીટી પેરેડાઇઝમાં રહેતા વત્સલભાઈ વિરેશ્વરભાઈ જોશી મંગળ બજારમાં ચાણક્ય બેગ નામની દુકાન ચલાવે છે. સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમને જણાવ્યું છે કે જાન્યુઆરી 2023 માં મારો નાનો ભાઈ વેદાંત જોશી યુકેમાં યુનિવર્સિટી ઓફ સરી ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. તેની ફી ભરવાની હોવાથી મારા પિતા વિરેશ્વરભાઈએ જેનીલ નિલેશભાઈ પટેલ (રહેવાસી કોઠી ફળિયું પાદરા) નો સંપર્ક કર્યો હતો. જેનિલભાઈએ મારા પિતાને યુનિવર્સિટીને ફી ભરવા માટે કહ્યું હતું કે તમે મને રોકડા રૂપિયા આપો તો હું તમારા દીકરા વેદાંતની ફી અમારી એજન્સી મારફતે ભરાવી દઈશ. મારા પિતાએ કુલ 17.86 લાખ જેનીલભાઈને ફી ભરવા માટે આપ્યા હતા. જેનીલભાઈએ મારા ભાઈ વેદાંતની પ્રથમ તથા બીજા સેમેસ્ટરની ફી યુનિવર્સિટીમાં ભરી હતી પરંતુ ત્રીજા સેમેસ્ટરની ફી ભરી ન હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ તમામ ફી પરત કરી જણાવ્યું હતું કે હવે તમારે ત્રણેય સેમેસ્ટરની ફી એકસાથે ફ્લાયવાયર મારફતે ભરવાની છે. જેનીલભાઈએ ફલાયવાયરની ખોટી પાવતી બતાવી જણાવ્યું હતું કે તમારી ફી ભરાઈ ગઈ છે પરંતુ વેદાંતે યુનિવર્સિટીમાં ખરાઈ કરતાં ફી ભરાઈ ન હતી. અમે અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા જેનીલભાઈએ 10.99 લાખ પરત કર્યા છે જ્યારે 6.87 લાખ હજી પરત કરવાના બાકી છે.

UKની યુનિવર્સિટીમાં ફી ભરવાના બહાને ભેજાબાજે 6.87 લાખ પડાવી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image: Freepik

Fraud Case Vadodara : વડોદરાના માંજલપુરમાં વિશ્વામિત્રી ટાઉનશીપની પાછળ સીટી પેરેડાઇઝમાં રહેતા વત્સલભાઈ વિરેશ્વરભાઈ જોશી મંગળ બજારમાં ચાણક્ય બેગ નામની દુકાન ચલાવે છે. સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમને જણાવ્યું છે કે જાન્યુઆરી 2023 માં મારો નાનો ભાઈ વેદાંત જોશી યુકેમાં યુનિવર્સિટી ઓફ સરી ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. તેની ફી ભરવાની હોવાથી મારા પિતા વિરેશ્વરભાઈએ જેનીલ નિલેશભાઈ પટેલ (રહેવાસી કોઠી ફળિયું પાદરા) નો સંપર્ક કર્યો હતો. જેનિલભાઈએ મારા પિતાને યુનિવર્સિટીને ફી ભરવા માટે કહ્યું હતું કે તમે મને રોકડા રૂપિયા આપો તો હું તમારા દીકરા વેદાંતની ફી અમારી એજન્સી મારફતે ભરાવી દઈશ. મારા પિતાએ કુલ 17.86 લાખ જેનીલભાઈને ફી ભરવા માટે આપ્યા હતા.

જેનીલભાઈએ મારા ભાઈ વેદાંતની પ્રથમ તથા બીજા સેમેસ્ટરની ફી યુનિવર્સિટીમાં ભરી હતી પરંતુ ત્રીજા સેમેસ્ટરની ફી ભરી ન હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ તમામ ફી પરત કરી જણાવ્યું હતું કે હવે તમારે ત્રણેય સેમેસ્ટરની ફી એકસાથે ફ્લાયવાયર મારફતે ભરવાની છે. જેનીલભાઈએ ફલાયવાયરની ખોટી પાવતી બતાવી જણાવ્યું હતું કે તમારી ફી ભરાઈ ગઈ છે પરંતુ વેદાંતે યુનિવર્સિટીમાં ખરાઈ કરતાં ફી ભરાઈ ન હતી. અમે અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા જેનીલભાઈએ 10.99 લાખ પરત કર્યા છે જ્યારે 6.87 લાખ હજી પરત કરવાના બાકી છે.