હેર સલૂનના આડમાં વિદેશી દારૂનો કારોબાર કરતા યુવકને ઝડપી લેવાયો

અમદાવાદ,સોમવારશહેરના બોપલ વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવકના ઘરેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે બ્રાંડેડ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.  ઝડપાયેલો યુવક સાઉથ બોપલમાં હેરસલૂનમાં આવતા તેના ગ્રાહકોને છેલ્લાં ઘણા સમયથી દારૂ સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર એન કરમટિયા અને તેમના સ્ટાફને  બાતમી મળી હતી કે સાઉથ બોપલમાં આરોહી એલીઝીયમ એપાર્ટમેન્ટમાં રહેતો મયુર અદ્રોજા નામનો યુવક તેના ઘરે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાખીને બોપલ અને  આસપાસના વિસ્તારમાં ગ્રાહકોને સપ્લાય કરે છે. જેના આધારે રવિવારે દરોડો પાડીને તપાસ કરવામાં આવતા બેડરૂમમાં છુપાવેલી વિદેશી દારૂની ૧૨૦ જેટલી બોટલો મળી આવી હતી. જે બ્રાંડેડ દારૂ હતો. આ અંગે  પુછતા જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના  ગુલાબસિંહ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.  મયુર સાઉથ બોપલમાં હેર સલૂન ધરાવતો હતો. જ્યાં આવતા ગ્રાહકોને પણ  તે દારૂનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હેર સલૂનના આડમાં વિદેશી દારૂનો  કારોબાર કરતા યુવકને ઝડપી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

શહેરના બોપલ વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવકના ઘરેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે બ્રાંડેડ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.  ઝડપાયેલો યુવક સાઉથ બોપલમાં હેરસલૂનમાં આવતા તેના ગ્રાહકોને છેલ્લાં ઘણા સમયથી દારૂ સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર એન કરમટિયા અને તેમના સ્ટાફને  બાતમી મળી હતી કે સાઉથ બોપલમાં આરોહી એલીઝીયમ એપાર્ટમેન્ટમાં રહેતો મયુર અદ્રોજા નામનો યુવક તેના ઘરે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાખીને બોપલ અને  આસપાસના વિસ્તારમાં ગ્રાહકોને સપ્લાય કરે છે. જેના આધારે રવિવારે દરોડો પાડીને તપાસ કરવામાં આવતા બેડરૂમમાં છુપાવેલી વિદેશી દારૂની ૧૨૦ જેટલી બોટલો મળી આવી હતી. જે બ્રાંડેડ દારૂ હતો. આ અંગે  પુછતા જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના  ગુલાબસિંહ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.  મયુર સાઉથ બોપલમાં હેર સલૂન ધરાવતો હતો. જ્યાં આવતા ગ્રાહકોને પણ  તે દારૂનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.