Ahmedabad: વંદેમાતરમ વિસ્તારમાં રીક્ષા ચાલકે છ લોકોને લીધા અડફેટે, બેની હાલત ગંભીર

અમદાવાદના વંદેમાતરમ વિસ્તારમાં રીક્ષાચાલક બેફામ રીક્ષા ચાલકે છ લોકોને અડફેટે લીધા, બેની હાલત ગંભીર રીક્ષાચાલક નશામાં હોવાનો સ્થાનિકોને આક્ષેપ રાજયમાં હિટ એન્ડ રનની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. અવારનવાર વહાન અકસ્માતને કારણે ઘણા લોકો પોતોનો જીવ ગુમાવી રહ્યા છે. અનેકવાર તંત્ર દ્રારા લોકોને ટ્રાફિક નિયમોને લઈને જાગૃત કરવામાં આવે છે છતાં વાહન ચાલકો પોલીસની નજર નીચેથી બેફામ વાહન ચલાવીને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. રિક્ષા ચલાવીને છ લોકોને અડફેટે લીધા પોલીસ દ્રારા અનેકવાર ટ્રાફિક નિયમને લઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવને નાથવા અથાગ પ્રયાસ કરતી હોય છે. છતાં વાહન ચાલકો નશામા ધૂત બેફામ વાહનો ચલાવીને અકસ્માત સર્જીને માસુમ લોકોનો ભોગ લે છે. બસ આવી જ ઘટના અમદવાદમાં આવેલા ગોતાના વંદે માતરમ વિસ્તારમાં નશા ધુત રિક્ષા ચાલકે પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવીને છ લોકોને અડફેટે લીધા હતા.જેમાં બેની હાલત ગંભીર છે. દોઢ વર્ષની બાળકીને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. નશામાં ધૂત રિક્ષા ચાલકને ગણતરીની મિનિટોમાં સ્થાનિકો દ્વારા ઝડપી પાડ્યો હતો અને ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને રિક્ષા ચાલકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિકોમાં રોષની લાગણી અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. રહેણાક વિસ્તારમાં ભારે વાહનોને ચલાવવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરંતું વાહન ચાલકો નશા ધૂત થઈને બેફામ વાહનો હંકારે છે. તેમ છતાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે.

Ahmedabad: વંદેમાતરમ વિસ્તારમાં રીક્ષા ચાલકે છ લોકોને લીધા અડફેટે, બેની હાલત ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના વંદેમાતરમ વિસ્તારમાં રીક્ષાચાલક બેફામ
  • રીક્ષા ચાલકે છ લોકોને અડફેટે લીધા, બેની હાલત ગંભીર
  • રીક્ષાચાલક નશામાં હોવાનો સ્થાનિકોને આક્ષેપ

રાજયમાં હિટ એન્ડ રનની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. અવારનવાર વહાન અકસ્માતને કારણે ઘણા લોકો પોતોનો જીવ ગુમાવી રહ્યા છે. અનેકવાર તંત્ર દ્રારા લોકોને ટ્રાફિક નિયમોને લઈને જાગૃત કરવામાં આવે છે છતાં વાહન ચાલકો પોલીસની નજર નીચેથી બેફામ વાહન ચલાવીને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે.

રિક્ષા ચલાવીને છ લોકોને અડફેટે લીધા

પોલીસ દ્રારા અનેકવાર ટ્રાફિક નિયમને લઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવને નાથવા અથાગ પ્રયાસ કરતી હોય છે. છતાં વાહન ચાલકો નશામા ધૂત બેફામ વાહનો ચલાવીને અકસ્માત સર્જીને માસુમ લોકોનો ભોગ લે છે. બસ આવી જ ઘટના અમદવાદમાં આવેલા ગોતાના વંદે માતરમ વિસ્તારમાં નશા ધુત રિક્ષા ચાલકે પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવીને છ લોકોને અડફેટે લીધા હતા.જેમાં બેની હાલત ગંભીર છે. દોઢ વર્ષની બાળકીને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ હતી.

સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. નશામાં ધૂત રિક્ષા ચાલકને ગણતરીની મિનિટોમાં સ્થાનિકો દ્વારા ઝડપી પાડ્યો હતો અને ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને રિક્ષા ચાલકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.

સ્થાનિકોમાં રોષની લાગણી

અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. રહેણાક વિસ્તારમાં ભારે વાહનોને ચલાવવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરંતું વાહન ચાલકો નશા ધૂત થઈને બેફામ વાહનો હંકારે છે. તેમ છતાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે.