Surat: કોળી સમાજે કિર્તી પટેલ, રામદાન ગઢવી વિરૂદ્ધ મોરચો કાઢ્યો

કોળી સમાજના આગેવાનોએ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ઘુસીને વીડિયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ છે. તમામની ધરપકડ અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનો અને વર્ષ 2019માં બિનસચિવાયલનાં પેપર લીકમાં તે સંડોવાયેલ હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. બીજી તરફ ઋષિભારતી બાપુનાં આક્ષેપ બાદ હરિહરાનંદ ભારતી બાપુએ મૌન સેવ્યું હતું. ભારતી આશ્રમનાં વિવાદને લઈને વધુ એક ખુલાસો થયો હતો સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલનાં વીડિયો બાદ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. કીર્તિ પટેલે આશ્રમમાં જઈ વીડિયો બનાવી ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ગઈકાલે ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાનાં માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા હતા. આ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. ઋષિભારતી બાપુએ આશ્રમનાં નવનિયુક્ત મેનેજર રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ છે. રામ ગઢવી પર ઋષિભારતી બાપુએ ગંભીર આક્ષેપ કર્યા હતા ઋષિ ભરતી બાપુએ આક્ષેપ કર્યા કે, માથા ભારે રામ ગઢવીએ આશ્રમમાં હક જમાવ્યો છે. બાઉન્સરો અને લુખ્ખા તત્વો સાથે સરખેજ ભારતીબાપુ આશ્રમમાં કબજો મેળવવા પહોંચ્યો હતો. કેટલાક સમર્થકોએ પણ આવા આરોપ લગાવ્યા છે. ઉપરાંત, વર્ષ 2019 ની બિનસચિવાલયનાં પેપર લીક મામલે આરોપી પૈકી રામ ગઢવી એક હોવાનો ગંભીર આરોપ ઋષિભારતી બાપુએ કર્યો હતો. તેમણે કહ્યું કે, કીર્તિ પટેલને વીડિયો વાઇરલ કરવા માટેનો પણ આશ્રમમાં રહેલા કેટલાક લોકોનો પ્લાન હતો. ઋષિભારતી બાપુએ હરિહરાનંદ ભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.

Surat: કોળી સમાજે કિર્તી પટેલ, રામદાન ગઢવી વિરૂદ્ધ મોરચો કાઢ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોળી સમાજના આગેવાનોએ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ઘુસીને વીડિયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ છે. તમામની ધરપકડ અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.


ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનો અને વર્ષ 2019માં બિનસચિવાયલનાં પેપર લીકમાં તે સંડોવાયેલ હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. બીજી તરફ ઋષિભારતી બાપુનાં આક્ષેપ બાદ હરિહરાનંદ ભારતી બાપુએ મૌન સેવ્યું હતું.

ભારતી આશ્રમનાં વિવાદને લઈને વધુ એક ખુલાસો થયો હતો

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલનાં વીડિયો બાદ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. કીર્તિ પટેલે આશ્રમમાં જઈ વીડિયો બનાવી ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ગઈકાલે ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાનાં માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા હતા. આ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. ઋષિભારતી બાપુએ આશ્રમનાં નવનિયુક્ત મેનેજર રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ છે.

રામ ગઢવી પર ઋષિભારતી બાપુએ ગંભીર આક્ષેપ કર્યા હતા

ઋષિ ભરતી બાપુએ આક્ષેપ કર્યા કે, માથા ભારે રામ ગઢવીએ આશ્રમમાં હક જમાવ્યો છે. બાઉન્સરો અને લુખ્ખા તત્વો સાથે સરખેજ ભારતીબાપુ આશ્રમમાં કબજો મેળવવા પહોંચ્યો હતો. કેટલાક સમર્થકોએ પણ આવા આરોપ લગાવ્યા છે. ઉપરાંત, વર્ષ 2019 ની બિનસચિવાલયનાં પેપર લીક મામલે આરોપી પૈકી રામ ગઢવી એક હોવાનો ગંભીર આરોપ ઋષિભારતી બાપુએ કર્યો હતો. તેમણે કહ્યું કે, કીર્તિ પટેલને વીડિયો વાઇરલ કરવા માટેનો પણ આશ્રમમાં રહેલા કેટલાક લોકોનો પ્લાન હતો. ઋષિભારતી બાપુએ હરિહરાનંદ ભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.