Halvad પંથકમાં ભારે વરસાદને પગલે 83,647 હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક ધોવાયો

કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો હોય કે બાગાયતી પાકો પાણીમાં ગરકાવસરકારી લોન મેળવી વાવેતર કર્યુ હતું અને હવે બધું ધૂળધાણી થઈ ગયું: ખેડૂતો સરકાર તરફથી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માગણી હળવદ પંથકમાં વરસેલા અવિરત વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે, કારણ કે વરસાદી માહોલમાં ખેડૂતોના કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો હોય કે બાગાયતી પાકો પાણીમાં ગરકાવ થયા હતા અને પાક નિષ્ફળ ગયો હોવાની ખેડૂતો ફરિયાદ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. પાક લેવાનો જ બાકી હતો અને વરસાદ તુટી પડતા નુકસાનીનો વારો આવ્યો હળવદ તાલુકાના રાયસગપુર રોડ પર કૃષ્ણનગરના ખેડૂતો હૈયા વરાળ કાઢીને જણાવ્યું હતું કે અમારા આ વિસ્તારમાં તમામ પાકો દોઢથી બે ફુટ સુધી પાણીમાં ગરકાવ થયા હતા અને જેટલો પણ ખેડ, ખાતર, દવા,નિંદામણના ખર્ચ સહિત તમામ ખર્ચ થયા બાદ હવે ફક્ત પાક લેવાનો જ બાકી હતો, ત્યારે વરસાદ પડતાં નુકસાન થયું છે. સરકાર વહેલી તકે ખેડૂતોને મદદ કરે તેવી ખેડૂતોની માગણી ગત વર્ષે 30 વીઘામાંથી 500 મણ કપાસ થયો હતો, પરંતુ આ વર્ષે હવે ખાવાના સાસા પડે તેમ છે કારણકે સરકારી લોન મેળવી વાવેતર કર્યુ હતું અને હવે બધું ધૂળધાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું છે, જેમાં હળવદ હવે દાડમનું હબ બન્યું છે, ત્યારે દાડમ સહિત જામફળ, લીંબુ, સરગવો, કેળા, પપૈયાના પાકોમાં નુકસાન થયું છે, ત્યારે હવે ખેડૂતો પાસે એક જ સરકારની મદદની આશા છે અને વહેલી તકે સહાય ચૂકવાય તેવી માગણી છે. કૂલ 83,647 હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પંથકમાં હેકટરમાં વાવેતર જોઈએ તો ટોટલ 83,647 હેક્ટરમાં અલગ અલગ પાકોના વાવેતર થયા છે. જેમાં કપાસ 43,495, મગફળી 27,505, એરંડા 2,585, શાકભાજી 435, ઘાસચારો 2,870 અને અન્ય પાકો (તલ, અડદ, ગુવાર, બાજરી ) 232, બાગાયત પાક 6,525 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Halvad પંથકમાં ભારે વરસાદને પગલે 83,647 હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક ધોવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો હોય કે બાગાયતી પાકો પાણીમાં ગરકાવ
  • સરકારી લોન મેળવી વાવેતર કર્યુ હતું અને હવે બધું ધૂળધાણી થઈ ગયું: ખેડૂતો
  • સરકાર તરફથી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માગણી

હળવદ પંથકમાં વરસેલા અવિરત વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે, કારણ કે વરસાદી માહોલમાં ખેડૂતોના કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો હોય કે બાગાયતી પાકો પાણીમાં ગરકાવ થયા હતા અને પાક નિષ્ફળ ગયો હોવાની ખેડૂતો ફરિયાદ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.

પાક લેવાનો જ બાકી હતો અને વરસાદ તુટી પડતા નુકસાનીનો વારો આવ્યો

હળવદ તાલુકાના રાયસગપુર રોડ પર કૃષ્ણનગરના ખેડૂતો હૈયા વરાળ કાઢીને જણાવ્યું હતું કે અમારા આ વિસ્તારમાં તમામ પાકો દોઢથી બે ફુટ સુધી પાણીમાં ગરકાવ થયા હતા અને જેટલો પણ ખેડ, ખાતર, દવા,નિંદામણના ખર્ચ સહિત તમામ ખર્ચ થયા બાદ હવે ફક્ત પાક લેવાનો જ બાકી હતો, ત્યારે વરસાદ પડતાં નુકસાન થયું છે.

સરકાર વહેલી તકે ખેડૂતોને મદદ કરે તેવી ખેડૂતોની માગણી

ગત વર્ષે 30 વીઘામાંથી 500 મણ કપાસ થયો હતો, પરંતુ આ વર્ષે હવે ખાવાના સાસા પડે તેમ છે કારણકે સરકારી લોન મેળવી વાવેતર કર્યુ હતું અને હવે બધું ધૂળધાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું છે, જેમાં હળવદ હવે દાડમનું હબ બન્યું છે, ત્યારે દાડમ સહિત જામફળ, લીંબુ, સરગવો, કેળા, પપૈયાના પાકોમાં નુકસાન થયું છે, ત્યારે હવે ખેડૂતો પાસે એક જ સરકારની મદદની આશા છે અને વહેલી તકે સહાય ચૂકવાય તેવી માગણી છે.

કૂલ 83,647 હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું

પંથકમાં હેકટરમાં વાવેતર જોઈએ તો ટોટલ 83,647 હેક્ટરમાં અલગ અલગ પાકોના વાવેતર થયા છે. જેમાં કપાસ 43,495, મગફળી 27,505, એરંડા 2,585, શાકભાજી 435, ઘાસચારો 2,870 અને અન્ય પાકો (તલ, અડદ, ગુવાર, બાજરી ) 232, બાગાયત પાક 6,525 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.