Ahmedabad: વધુ એક બ્રિજ બન્યો જોખમી, રસ્તા પર સળિયા દેખાવા લાગ્યા
એસ.પી રીંગ રોડ પર આવેલા રોપડા ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યાઓવરબ્રિજમાં ઠેર ઠેર પડેલા ખાડાથી વાહનચાલકો પરેશાન, વાહનોમાં નુકસાન થવાનું જોખમ બ્રિજ પર ખાડા પડી જવાના કારણે વાહનચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજની હાલત જોખમી બની છે અને લોકોને આ બ્રિજ પર અવર જવર કરવામાં પણ મોટો ડર લાગી રહ્યો છે. શહેરના એસ.પી રીંગ રોડ પર આવેલા રોપડા ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવવાનો ભય સતાવી રહ્યો છે. બિસ્માર રસ્તાની હાલતના કારણે અનેક નાની મોટી ગાડીઓને ભારે નુકસાન થાય છે એસ.પી.રીંગ રોડ પર રોપડા ઓવરબ્રિજમાં સળિયા જોવા મળી રહ્યા છે અને રોડ આખો જ ધોવાઈ ગયો છે. આ સાથે જ ઓવરબ્રિજમાં ઠેર ઠેર પડેલા ખાડાથી પણ વાહનચાલકો પરેશાન થઈ ચૂક્યા છે અને બિસ્માર રસ્તાની હાલતના કારણે અનેક નાની મોટી ગાડીઓને ભારે નુકસાન થાય છે. કેટલીક ગાડીઓના ટાયર ફાટી જાય છે તો કેટલાકની ગાડીઓના ટાયર પંચર થઈ જાય છે અને તંત્રના પાપે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર બન્યું નિદ્રાધીન, પ્રજા પરેશાન ઉલ્લેખનીય છે કે બ્રિજ પર ખાડા પડી જવાના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે બ્રિજ પર સળિયા દેખાતા વાહનોમાં પણ મોટુ નુકસાન થવાનું જોખમ છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. રાજ્યના 3610 કિલોમીટરના રસ્તાઓ વરસાદી પાણીના કારણે તુટ્યા તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત ખસ્તા જોવા મળી રહી છે. રાજ્યમાં 3,610 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને વરસાદી પાણી ભરાઈ જવાના લીધે આ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘણા વિસ્તારમાં તો રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદના કારણે તુટેલા તમામ રોડની મરામત 15 દિવસમાં કરી દેવા સૂચના આપી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- એસ.પી રીંગ રોડ પર આવેલા રોપડા ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા
- ઓવરબ્રિજમાં ઠેર ઠેર પડેલા ખાડાથી વાહનચાલકો પરેશાન, વાહનોમાં નુકસાન થવાનું જોખમ
- બ્રિજ પર ખાડા પડી જવાના કારણે વાહનચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય
અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજની હાલત જોખમી બની છે અને લોકોને આ બ્રિજ પર અવર જવર કરવામાં પણ મોટો ડર લાગી રહ્યો છે. શહેરના એસ.પી રીંગ રોડ પર આવેલા રોપડા ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવવાનો ભય સતાવી રહ્યો છે.
બિસ્માર રસ્તાની હાલતના કારણે અનેક નાની મોટી ગાડીઓને ભારે નુકસાન થાય છે
એસ.પી.રીંગ રોડ પર રોપડા ઓવરબ્રિજમાં સળિયા જોવા મળી રહ્યા છે અને રોડ આખો જ ધોવાઈ ગયો છે. આ સાથે જ ઓવરબ્રિજમાં ઠેર ઠેર પડેલા ખાડાથી પણ વાહનચાલકો પરેશાન થઈ ચૂક્યા છે અને બિસ્માર રસ્તાની હાલતના કારણે અનેક નાની મોટી ગાડીઓને ભારે નુકસાન થાય છે. કેટલીક ગાડીઓના ટાયર ફાટી જાય છે તો કેટલાકની ગાડીઓના ટાયર પંચર થઈ જાય છે અને તંત્રના પાપે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તંત્ર બન્યું નિદ્રાધીન, પ્રજા પરેશાન
ઉલ્લેખનીય છે કે બ્રિજ પર ખાડા પડી જવાના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે બ્રિજ પર સળિયા દેખાતા વાહનોમાં પણ મોટુ નુકસાન થવાનું જોખમ છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી.
રાજ્યના 3610 કિલોમીટરના રસ્તાઓ વરસાદી પાણીના કારણે તુટ્યા
તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત ખસ્તા જોવા મળી રહી છે. રાજ્યમાં 3,610 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને વરસાદી પાણી ભરાઈ જવાના લીધે આ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘણા વિસ્તારમાં તો રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદના કારણે તુટેલા તમામ રોડની મરામત 15 દિવસમાં કરી દેવા સૂચના આપી છે.