Diwali 2024ના પર્વે રાજયમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો નોંધાયો, Special Story
દિવાળીના નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો નોંધાયો છે.2 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં 5259 ઈમરજન્સીના બનાવો નોંધાયા હતા.જે સામાન્ય દિવસોમાં સરેરાશ 4504 નોંધાતા હોય છે. ઈમરજન્સી કેસમાં વધારો દિવાળી, પડતર દિવસ અને બેસતા વર્ષ એમ કુલ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાં ઈમરજન્સીના બનાવોમાં કુલ 12.34 ટકાનો વઘારો નોંધાયો છે..આ 3 દિવસ દરમ્યાન રાજ્યમાં 108 ઈમરજન્સીને કુલ 15179 ઈમરજન્સીના કોલ મળ્યા હતા..જેમાં દાઝી જવાના કુલ 102 કોલ્સ 108 ઈમરજન્સીને રાજ્યભરમાંથી મળ્યા હતા..જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 28 કેસો નોંધાયા છે..અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ 25 અને રાજકોટમાં 8 કેસ દાઝી જવાના નોંધાયા છે. મારામારીના બનાવો પણ વધ્યા આ સાથે જ પ્રકાશના પર્વ દરમિયાન રાજ્યમાં મારામારીના બનાવોમાં પણ સામાન્ય દિવસ કરતા 128.7 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.31 ઓક્ટબરથી 2 નવેમ્બર સુધી રાજ્યમાં કુલ 988 ઈમરજન્સીના બનાવો રાજ્યભરમાં નોંધાયા છે.જેમાં 323 કોલ દિવાળીના દિવસે, 381 કોલ્સ પડતર દિવસે અને 284 કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે. દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં સૌથી વઘુ મારામારીના કેસો નોંધાયા છે. રોડ અકસ્માતમાં પણ વધારો તો દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન રોડ અકસ્માતના બનાવોમાં પણ 96.05 ટકાનો વધારો રાજ્યભરમાં નોંધાયો છે..દિવાળીના પર્વ દરમ્યાન રાજ્યમાં કુલ 2829 કેસ રોડ અકસ્માતના 108 ઈમરજન્સીમાં નોંધાયા છે..જેમાં 921 કોલ દિવાળીના દિવસે, ત્યારબાદ પડતર દિવસે કુલ 821 અકસ્માતના બનાવના કોલ્સ તેમજ 1081 અકસ્માતના બનાવના કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે.સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં સરેરાશ 481 અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,નવસારી, ભરુચ, ભાવનગર, જુનાગઢ, અમરેલી,સાબરકાંઠા, કચ્છ તેમજ ખેડામાં પ્રતિ દિવસ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો નોંધાયો છે.2 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં 5259 ઈમરજન્સીના બનાવો નોંધાયા હતા.જે સામાન્ય દિવસોમાં સરેરાશ 4504 નોંધાતા હોય છે.
ઈમરજન્સી કેસમાં વધારો
દિવાળી, પડતર દિવસ અને બેસતા વર્ષ એમ કુલ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાં ઈમરજન્સીના બનાવોમાં કુલ 12.34 ટકાનો વઘારો નોંધાયો છે..આ 3 દિવસ દરમ્યાન રાજ્યમાં 108 ઈમરજન્સીને કુલ 15179 ઈમરજન્સીના કોલ મળ્યા હતા..જેમાં દાઝી જવાના કુલ 102 કોલ્સ 108 ઈમરજન્સીને રાજ્યભરમાંથી મળ્યા હતા..જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 28 કેસો નોંધાયા છે..અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ 25 અને રાજકોટમાં 8 કેસ દાઝી જવાના નોંધાયા છે.
મારામારીના બનાવો પણ વધ્યા
આ સાથે જ પ્રકાશના પર્વ દરમિયાન રાજ્યમાં મારામારીના બનાવોમાં પણ સામાન્ય દિવસ કરતા 128.7 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.31 ઓક્ટબરથી 2 નવેમ્બર સુધી રાજ્યમાં કુલ 988 ઈમરજન્સીના બનાવો રાજ્યભરમાં નોંધાયા છે.જેમાં 323 કોલ દિવાળીના દિવસે, 381 કોલ્સ પડતર દિવસે અને 284 કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે. દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં સૌથી વઘુ મારામારીના કેસો નોંધાયા છે.
રોડ અકસ્માતમાં પણ વધારો
તો દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન રોડ અકસ્માતના બનાવોમાં પણ 96.05 ટકાનો વધારો રાજ્યભરમાં નોંધાયો છે..દિવાળીના પર્વ દરમ્યાન રાજ્યમાં કુલ 2829 કેસ રોડ અકસ્માતના 108 ઈમરજન્સીમાં નોંધાયા છે..જેમાં 921 કોલ દિવાળીના દિવસે, ત્યારબાદ પડતર દિવસે કુલ 821 અકસ્માતના બનાવના કોલ્સ તેમજ 1081 અકસ્માતના બનાવના કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે.સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં સરેરાશ 481 અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,નવસારી, ભરુચ, ભાવનગર, જુનાગઢ, અમરેલી,સાબરકાંઠા, કચ્છ તેમજ ખેડામાં પ્રતિ દિવસ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા છે.