Girsomnathનું પ્રાચી માધવરાય મંદિર સરસ્વતી નદીમાં પૂર આવતા જળમગ્ન બન્યું
ગીર સોમનાથમાં પ્રાચી માધવરાય મંદિર જળમગ્ન ઉપરવાસમાં વરસાદથી સરસ્વતી નદીમાં આવ્યું પૂર સિઝનમાં પાંચમી વખત માધવરાય મંદિર જળમગ્ન બન્યું ગીરસોમનાથમાં આવેલ પ્રાચી માધવરાય મંદિર પાણીમાં પાંચમી વખત જળમગ્ન બન્યું છે,સરસ્વતી નદીમાં પૂર આવતા પૂરના પાણી મંદિર પર ફરી વળ્યા હતા,ગીરસોમનાથમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા આ સ્થિતિનું સર્જન થયું હતુ.આ મંદિરમાં માધવરાય ભગવાન બિરાજમાન છે.દર વર્ષે ચોમાસામાં આ સ્થિતનું નિર્માણ થતું હોય છે. નદીમાં આવ્યું પૂર ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતુ,જેના કારણે નદીના પાણી મંદિર ઉપરથી વહી રહ્યાં છે,મદિર અડધુ પાણીમાં ડૂબી ગયું છે.રાજ્યમાં ગઈકાલે અને આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે કે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ જ મેઘરાજાએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધળબળાટી બોલાટી હતી. માધવરાયનું છે મંદિર પ્રાચીનું પ્રસિદ્ધ મંદિર પ્રાચી તીર્થ ખાતે 5 હજાર વર્ષ પહેલાનું માધવરાય ભગવાનનું મંદિર આવેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પિતૃ તર્પણ કાર્ય માટે અહીં આવ્યા હતા અને ત્યારથી તે અહીં સરસ્વતી નદીના રસ્તામાં બિરાજમાન છે. ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં તાલાલાના ગીર પંથકની સરસ્વતી નદીમાં પુર આવ્યા છે. જેના કારણે સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરક થયું છે. વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ઉમરગામ, છોટાઉદેપુરમાં 7-7 ઇંચ વરસાદ તેમજ વ્યારામાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. સુરતના માંગરોળમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. વાંસદામાં પોણા 6 ઇંચ વરસાદ અને કપડવંજમાં પોણા 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સાગબારામાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે વઘઇ, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ અને સુબિર, મહેસાણાના કડીમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગીર સોમનાથમાં પ્રાચી માધવરાય મંદિર જળમગ્ન
- ઉપરવાસમાં વરસાદથી સરસ્વતી નદીમાં આવ્યું પૂર
- સિઝનમાં પાંચમી વખત માધવરાય મંદિર જળમગ્ન બન્યું
ગીરસોમનાથમાં આવેલ પ્રાચી માધવરાય મંદિર પાણીમાં પાંચમી વખત જળમગ્ન બન્યું છે,સરસ્વતી નદીમાં પૂર આવતા પૂરના પાણી મંદિર પર ફરી વળ્યા હતા,ગીરસોમનાથમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા આ સ્થિતિનું સર્જન થયું હતુ.આ મંદિરમાં માધવરાય ભગવાન બિરાજમાન છે.દર વર્ષે ચોમાસામાં આ સ્થિતનું નિર્માણ થતું હોય છે.
નદીમાં આવ્યું પૂર
ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતુ,જેના કારણે નદીના પાણી મંદિર ઉપરથી વહી રહ્યાં છે,મદિર અડધુ પાણીમાં ડૂબી ગયું છે.રાજ્યમાં ગઈકાલે અને આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે કે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ જ મેઘરાજાએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધળબળાટી બોલાટી હતી.
માધવરાયનું છે મંદિર
પ્રાચીનું પ્રસિદ્ધ મંદિર પ્રાચી તીર્થ ખાતે 5 હજાર વર્ષ પહેલાનું માધવરાય ભગવાનનું મંદિર આવેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પિતૃ તર્પણ કાર્ય માટે અહીં આવ્યા હતા અને ત્યારથી તે અહીં સરસ્વતી નદીના રસ્તામાં બિરાજમાન છે. ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં તાલાલાના ગીર પંથકની સરસ્વતી નદીમાં પુર આવ્યા છે. જેના કારણે સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરક થયું છે.
વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ
વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ઉમરગામ, છોટાઉદેપુરમાં 7-7 ઇંચ વરસાદ તેમજ વ્યારામાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. સુરતના માંગરોળમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. વાંસદામાં પોણા 6 ઇંચ વરસાદ અને કપડવંજમાં પોણા 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સાગબારામાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે વઘઇ, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ અને સુબિર, મહેસાણાના કડીમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે.