જામનગર : જોડીયાના ભાદરા ગામ પાસેથી કતલખાને લઈ જવાતા 24 ઘેટા-બકરાને પોલીસે બચાવ્યા , એકની અટકાયત

image : File PhotoCattle Smuggling in Jamnagar : જોડિયા તાલુકાના ભાદરા ગામની ચેક પોસ્ટ પર ફરજ બજાવી રહેલી પોલીસ સ્ટાફે 24 જેટલા ઘેટા બકરાને કતલખાને જતા બચાવ્યા છે, અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. તેમજ ભચાઉ કચ્છના શખ્સ ની અટકાયત કરી લઈ બોલેરો વાહન કબજે કર્યું છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગર જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા વિસ્તારમાં ચેક પોસ્ટ ઊભી કરાઈ છે, જેના ભાગરૂપે જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટિયા પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે, જે સ્થળે ગઈ રાત્રે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન જીજે-12 કે.વાય. 7943 નંબરનું બોલેરો પિકઅપ વાન નીકળતાં પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી. તે તલાસી દરમિયાન બોલેરો વાહનમાં 24 જેટલા ઘેટા બકરાઓને દોરડાથી ખીચો ખીચ બાંધીને ભરવામાં આવ્યા હતા, અને કચ્છ તરફ કતલખાને લઈ જવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી પોલીસે તમામ 24 અબોલ જીવને બચાવી લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા, જયારે અબોલ પશુઓને કતલખાને લઈ જનાર ભચાઉ કચ્છના મોહમ્મદશા આમિરશા શેખને ઝડપી લીધો છે અને તેની પાસેથી બોલેરો પીકપવેન કબ્જે કર્યું છે. જેની સામે પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદો 1960 ની કલમ 11(1)(ડી) 11(1)(ઇ) અને 11(1)(આઈ)મુજબ ગુન્હો નોંધ્યો છે.

જામનગર : જોડીયાના ભાદરા ગામ પાસેથી કતલખાને લઈ જવાતા 24 ઘેટા-બકરાને પોલીસે બચાવ્યા  , એકની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : File Photo

Cattle Smuggling in Jamnagar : જોડિયા તાલુકાના ભાદરા ગામની ચેક પોસ્ટ પર ફરજ બજાવી રહેલી પોલીસ સ્ટાફે 24 જેટલા ઘેટા બકરાને કતલખાને જતા બચાવ્યા છે, અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. તેમજ ભચાઉ કચ્છના શખ્સ ની અટકાયત કરી લઈ બોલેરો વાહન કબજે કર્યું છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગર જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા વિસ્તારમાં ચેક પોસ્ટ ઊભી કરાઈ છે, જેના ભાગરૂપે જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટિયા પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે, જે સ્થળે ગઈ રાત્રે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

 જે દરમિયાન જીજે-12 કે.વાય. 7943 નંબરનું બોલેરો પિકઅપ વાન નીકળતાં પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી.

 તે તલાસી દરમિયાન બોલેરો વાહનમાં 24 જેટલા ઘેટા બકરાઓને દોરડાથી ખીચો ખીચ બાંધીને ભરવામાં આવ્યા હતા, અને કચ્છ તરફ કતલખાને લઈ જવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 તેથી પોલીસે તમામ 24 અબોલ જીવને બચાવી લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા, જયારે અબોલ પશુઓને કતલખાને લઈ જનાર ભચાઉ કચ્છના મોહમ્મદશા આમિરશા શેખને ઝડપી લીધો છે અને તેની પાસેથી બોલેરો પીકપવેન કબ્જે કર્યું છે.

 જેની સામે પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદો 1960 ની કલમ 11(1)(ડી) 11(1)(ઇ) અને 11(1)(આઈ)મુજબ ગુન્હો નોંધ્યો છે.