જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે હીટ એન્ડ રનના બનાવમા આધેડનો ભોગ લેવાયો

-પુરપાટ વેગે આવી રહેલી કારના ચાલકે ૭૦ વર્ષના બુઝુર્ગને હડફેટ માં લઈ લેતાં ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુજામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર હિટ એન્ડ રન નો વધુ એક અકસ્માત બન્યો હતો. જેમાં નાઘેડી ગામના ૭૦ વર્ષ ના બુઝુર્ગનો ભોગ લેવાયો છે. આ અકસ્માતના બનાવની વિગતે એવી છે કે નાઘેડી ગામમાં રહેતા દીપસિંહ વાળા નામના ૭૦ વર્ષના આઘેડ સવારે નાઘેડી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.૧૦ સી.એન.૯૭૮૭ નંબરની કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર ઈજા થવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જ્યારે કારનાચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે હીટ એન્ડ રનના બનાવમા આધેડનો ભોગ લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


-પુરપાટ વેગે આવી રહેલી કારના ચાલકે ૭૦ વર્ષના બુઝુર્ગને હડફેટ માં લઈ લેતાં ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર હિટ એન્ડ રન નો વધુ એક અકસ્માત બન્યો હતો. જેમાં નાઘેડી ગામના ૭૦ વર્ષ ના બુઝુર્ગનો ભોગ લેવાયો છે. આ અકસ્માતના બનાવની વિગતે એવી છે કે નાઘેડી ગામમાં રહેતા દીપસિંહ વાળા નામના ૭૦ વર્ષના આઘેડ સવારે નાઘેડી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.૧૦ સી.એન.૯૭૮૭ નંબરની કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર ઈજા થવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જ્યારે કારનાચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.