ચાર વર્ષના બાળા પર જાતીય હુમલો કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ,1 લાખ દંડ

સુરતપીડિત બાળકીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 10 લાખ તથા આરોપી દંડ ભરે તો 50 હજાર વળતર ચુકવવા હુકમ         ચારેક વર્ષ પહેલાં ઉધના વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને ગેમ રમવાના બહાને ઘરમાં બોલાવીને જાતીય હુમલો કરી પોક્સો એક્ટના ભંગ કરનાર 21 વર્ષીય પાડોશી યુવકને આજે પોક્સો કોર્ટના ખાસ એડીશ્નલ સેશન્સ જજ હિતેશ ગાંધીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ-5(એમ) તથા કલમ-6 અને ઈપીકો-376(એ)(બી)ના ગુનામાં આજીવન કારાવાસ,1 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ તથા પીડીતાને 10 લાખ તથા આરોપી દંડ ભરે તો 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના વતની 21 વર્ષીય આરોપી પ્રશાંત લક્ષ્મણ મોરે (રે.કલ્યાણ કુટિર,ચીકુવાડી પાસે ઉધના)એ  ગઈ તા.7-7-21ના રોજ પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકીને ગેમ રમવાના બહાને પોતાના ઘરમાં લઈ ગયો હતો.ત્યારબાદ આરોપી એ બાળકીના અને પોતાના કપડા કાઢી નાખીને શારીરીક અડપલાં કરીને ગુપ્તાંગ સાથે ચેડા  તથા ફીંગરીંગ કરીને જાતીય હુમલો કર્યો હતો.જે અંગે ભોગ બનનાર બાળકીએ તેની માતાને જાણ કરતાં ફરિયાદીએ આરોપી પ્રશાંત મોરે વિરુધ્ધ ઉધના પોલીસમાં ઈપીકો-354(એ)(1)(1), 354(એ)(2),375(એ,બી,સી)376(2)(જે),376(3),376(એ,બી) તથા પોક્સો એક્ટના કલમ-5(એમ)કલમ-6,7,8 અને 11(1) તથા 12ના ભંગની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં ઉધના પોલીસે જેલભેગા કરેલા આરોપી પ્રશાંત મોરે વિરુધ્ધના કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદ પક્ષે એપીપી સંતોષકુમાર કે. ગોહીલે કુલ 11 સાક્ષી તથા 27 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવતાં આરોપીના બચાવપક્ષે  આરોપી ગરીબ તથા નાની ઉંમર ધરાવતો હોવા ઉપરાંત કુટુંબની ભરણપોષણની જવાબદારી તેની પર હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનાર બાળકી માત્ર ચારથી પાંચ વર્ષની હોઈ તેની સાથે ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોઈ મહત્તમ સજા,દંડ અને પીડીતાને વળતર ચુકવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત આજીવન કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનારની નાની વયનો ગેરલાભ ઉઠાવી બળાત્કાર,જાતીય હુમલો જવા ગંભીર ગુનો આચર્યા છે.જે સમાજ વ્યવસ્થાને અસર કરતા હોઈ સજામાં રહેમની માંગને નકારી કાઢી હતી.જ્યારે ભોગ બનનાર તથા તેના પરિવારને લાંબા સમય સુધી આરોપીના કૃત્યની અસર તથા માનસિક યાતના ભોગવવી પડે તેમ હોઈ વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ઉપરોક્ત વળતર ચુકવવા હુકમ કર્યો છે.

ચાર વર્ષના બાળા પર જાતીય હુમલો કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ,1 લાખ દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



સુરત

પીડિત બાળકીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 10 લાખ તથા આરોપી દંડ ભરે તો 50 હજાર વળતર ચુકવવા હુકમ

        

ચારેક વર્ષ પહેલાં ઉધના વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને ગેમ રમવાના બહાને ઘરમાં બોલાવીને જાતીય હુમલો કરી પોક્સો એક્ટના ભંગ કરનાર 21 વર્ષીય પાડોશી યુવકને આજે પોક્સો કોર્ટના ખાસ એડીશ્નલ સેશન્સ જજ હિતેશ ગાંધીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ-5(એમ) તથા કલમ-6 અને ઈપીકો-376(એ)(બી)ના ગુનામાં આજીવન કારાવાસ,1 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ તથા પીડીતાને 10 લાખ તથા આરોપી દંડ ભરે તો 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના વતની 21 વર્ષીય આરોપી પ્રશાંત લક્ષ્મણ મોરે (રે.કલ્યાણ કુટિર,ચીકુવાડી પાસે ઉધના)એ  ગઈ તા.7-7-21ના રોજ પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકીને ગેમ રમવાના બહાને પોતાના ઘરમાં લઈ ગયો હતો.ત્યારબાદ આરોપી એ બાળકીના અને પોતાના કપડા કાઢી નાખીને શારીરીક અડપલાં કરીને ગુપ્તાંગ સાથે ચેડા  તથા ફીંગરીંગ કરીને જાતીય હુમલો કર્યો હતો.જે અંગે ભોગ બનનાર બાળકીએ તેની માતાને જાણ કરતાં ફરિયાદીએ આરોપી પ્રશાંત મોરે વિરુધ્ધ ઉધના પોલીસમાં ઈપીકો-354(એ)(1)(1), 354(એ)(2),375(એ,બી,સી)376(2)(જે),376(3),376(એ,બી) તથા પોક્સો એક્ટના કલમ-5(એમ)કલમ-6,7,8 અને 11(1) તથા 12ના ભંગની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ઉધના પોલીસે જેલભેગા કરેલા આરોપી પ્રશાંત મોરે વિરુધ્ધના કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદ પક્ષે એપીપી સંતોષકુમાર કે. ગોહીલે કુલ 11 સાક્ષી તથા 27 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવતાં આરોપીના બચાવપક્ષે  આરોપી ગરીબ તથા નાની ઉંમર ધરાવતો હોવા ઉપરાંત કુટુંબની ભરણપોષણની જવાબદારી તેની પર હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનાર બાળકી માત્ર ચારથી પાંચ વર્ષની હોઈ તેની સાથે ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોઈ મહત્તમ સજા,દંડ અને પીડીતાને વળતર ચુકવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત આજીવન કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનારની નાની વયનો ગેરલાભ ઉઠાવી બળાત્કાર,જાતીય હુમલો જવા ગંભીર ગુનો આચર્યા છે.જે સમાજ વ્યવસ્થાને અસર કરતા હોઈ સજામાં રહેમની માંગને નકારી કાઢી હતી.જ્યારે ભોગ બનનાર તથા તેના પરિવારને લાંબા સમય સુધી આરોપીના કૃત્યની અસર તથા માનસિક યાતના ભોગવવી પડે તેમ હોઈ વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ઉપરોક્ત વળતર ચુકવવા હુકમ કર્યો છે.