મિલકતના ટાઈટલ અંગે સીવીલ તકરાર હોય તો લેન્ડગ્રેબીંગ એક્ટનો ગુનો બનતો નથી

સુરતકલેકટરની  કમીટીએ અલથાણની સોસાયટીના સીઓપીમાં  ગેરકાયદે દબાણ અંગે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નકારતાં કોર્ટમાં ધા નાખી હતી       અલથાણની સુર્યનગર સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ-બાંધકામ સામે ગુજરાત લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કરેલી ફરિયાદને કલેકટરની લેન્ડગ્રેબીંગ કમીટીએ નકારી કાઢતા હુકમથી નારાજ થઈને તેની કાયદેસરતાને પડકારતી અપીલને સ્પેશ્યલ લેન્ડગ્રેબિંગ કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ ભરતકુમાર પી.પુજારાએ નકારી કાઢી છે.કોર્ટે જણાવ્યુ હતું કે જ્યારે મિલકત અંગે નોમીનીઝ કોર્ટમાં સીવીલ તકરાર ચાલતી હોય ત્યારે હાલની કોર્ટ દ્વારા લેન્ડગ્રેબીંગ એક્ટની જોગવાઈ મુજબ કોગ્નીઝન્સ લેવા અંગે વ્યાજબી કેસ જણાતો નથી.અલથાણની સુર્યનગર સોસાયટીના ફરિયાદી કમીટી મેમ્બર ક્રિષ્નાભાઈ લક્ષ્મણભાઈ ડાબેકરે સોસાયટીના કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણ બાંધકામ અંગે લેન્ડગ્રેબિંગ એક્ટની કલમ-9(1) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.જેને કલેકટરની લેન્ડગ્રેબીંગ કમીટી એ જરૃરી તપાસ કરીને સુરત મહાનગર પાલિકાએ મંજુર કરેલા પ્લાન વિરુધ્ધ ગેરકાયદે દબાણ હોઈ તેને દુર કરવા સુરત મહાનગર પાલિકાને કરવાની થાય છે.લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો ઈન્કાર કરીને ફરિયાદને નકારી કાઢી હતી.જેથી નારાજ થઈને ફરિયાદીએ તેની કાયદેસરતાને સુરત સેશન્સ કોર્ટમાં પડકારતી અપીલ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ કમીટીનો ફરિયાદ રદ કરતો હુકમ રદ કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.ફરિયાદપક્ષે જણાવ્યુ હતું કે ફરિયાદપક્ષની હકીકતો તથા દસ્તાવેજો ધ્યાને લઈ લેન્ડગ્રેબિંગનો ગુનો બનતો હોય તો સ્પેશ્યલ કોર્ટ સ્વતંત્રપણે નિર્ણય લેવાનો હોય છે.કલેકટરે આપેલા અહેવાલ કાયદાની જોગવાઈથી વિરુધ્ધનો હોઈ ફરિયાદ અંગે કોગ્નીઝન્સ લઈ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.જેથી રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજૂઆતોને ધ્યાને લઈ ખાસ લેન્ડગ્રેબીંગ એક્ટની કોર્ટના એડીશ્નલ સેશન્સ જજે ફરિયાદને નકારી કાઢી હતી.કોર્ટે જણાવ્યું હતું કે  લાંબા સમયથી કોમન પ્લોટમાં સામાવાળા આરોપીઓએ દબાણ કર્યું છે.જે સુરત મહાનગર પાલિકાના મંજુર પ્લાનથી વિરુધ્ધનું હોય તો સુરત મહાનગર પાલિકાએ દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી શકે.એલબત્ત  આ અંગે સીવીલ રાહે નોમીનીઝ કોર્ટમાં કરેલી કાર્યવાહી પેન્ડીંગ હતી.જેથી લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કલેકટરની કમીટીએ કરેલા અભિપ્રાય હુકમ ગેરકાયદે નથી.ગૌહાતી હાઈકોર્ટના જયનાલ અબેદીન અબ્દુલ અઝીઝ વગેરે સાત વિરુદ્ધ બી.બી.શાહુનં ચુકાદાના સિધ્ધાંતોને ધ્યાને લીધા હતા.જેમાં મિલકતના ટાઈટલ અંગે જ્યારે સીવીલ તકરાર હોય ત્યારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ક્રીમીનલ ઈન્ટેન્શન હોવાનું કે મિલકત પચાવી પાડેલ છે તેવુ કહી શકાય નહીં.આ પ્રકારના કેસમાં લેન્ડગ્રેબીંગ એક્ટનો ગુનો બનતો નથી.

મિલકતના ટાઈટલ અંગે  સીવીલ તકરાર હોય તો લેન્ડગ્રેબીંગ એક્ટનો ગુનો બનતો નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -




સુરત

કલેકટરની  કમીટીએ અલથાણની સોસાયટીના સીઓપીમાં  ગેરકાયદે દબાણ અંગે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નકારતાં કોર્ટમાં ધા નાખી હતી

       

અલથાણની સુર્યનગર સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ-બાંધકામ સામે ગુજરાત લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કરેલી ફરિયાદને કલેકટરની લેન્ડગ્રેબીંગ કમીટીએ નકારી કાઢતા હુકમથી નારાજ થઈને તેની કાયદેસરતાને પડકારતી અપીલને સ્પેશ્યલ લેન્ડગ્રેબિંગ કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ ભરતકુમાર પી.પુજારાએ નકારી કાઢી છે.કોર્ટે જણાવ્યુ હતું કે જ્યારે મિલકત અંગે નોમીનીઝ કોર્ટમાં સીવીલ તકરાર ચાલતી હોય ત્યારે હાલની કોર્ટ દ્વારા લેન્ડગ્રેબીંગ એક્ટની જોગવાઈ મુજબ કોગ્નીઝન્સ લેવા અંગે વ્યાજબી કેસ જણાતો નથી.

અલથાણની સુર્યનગર સોસાયટીના ફરિયાદી કમીટી મેમ્બર ક્રિષ્નાભાઈ લક્ષ્મણભાઈ ડાબેકરે સોસાયટીના કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણ બાંધકામ અંગે લેન્ડગ્રેબિંગ એક્ટની કલમ-9(1) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.જેને કલેકટરની લેન્ડગ્રેબીંગ કમીટી એ જરૃરી તપાસ કરીને સુરત મહાનગર પાલિકાએ મંજુર કરેલા પ્લાન વિરુધ્ધ ગેરકાયદે દબાણ હોઈ તેને દુર કરવા સુરત મહાનગર પાલિકાને કરવાની થાય છે.લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો ઈન્કાર કરીને ફરિયાદને નકારી કાઢી હતી.જેથી નારાજ થઈને ફરિયાદીએ તેની કાયદેસરતાને સુરત સેશન્સ કોર્ટમાં પડકારતી અપીલ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ કમીટીનો ફરિયાદ રદ કરતો હુકમ રદ કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.ફરિયાદપક્ષે જણાવ્યુ હતું કે ફરિયાદપક્ષની હકીકતો તથા દસ્તાવેજો ધ્યાને લઈ લેન્ડગ્રેબિંગનો ગુનો બનતો હોય તો સ્પેશ્યલ કોર્ટ સ્વતંત્રપણે નિર્ણય લેવાનો હોય છે.કલેકટરે આપેલા અહેવાલ કાયદાની જોગવાઈથી વિરુધ્ધનો હોઈ ફરિયાદ અંગે કોગ્નીઝન્સ લઈ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.

જેથી રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજૂઆતોને ધ્યાને લઈ ખાસ લેન્ડગ્રેબીંગ એક્ટની કોર્ટના એડીશ્નલ સેશન્સ જજે ફરિયાદને નકારી કાઢી હતી.કોર્ટે જણાવ્યું હતું કે  લાંબા સમયથી કોમન પ્લોટમાં સામાવાળા આરોપીઓએ દબાણ કર્યું છે.જે સુરત મહાનગર પાલિકાના મંજુર પ્લાનથી વિરુધ્ધનું હોય તો સુરત મહાનગર પાલિકાએ દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી શકે.એલબત્ત  આ અંગે સીવીલ રાહે નોમીનીઝ કોર્ટમાં કરેલી કાર્યવાહી પેન્ડીંગ હતી.જેથી લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કલેકટરની કમીટીએ કરેલા અભિપ્રાય હુકમ ગેરકાયદે નથી.ગૌહાતી હાઈકોર્ટના જયનાલ અબેદીન અબ્દુલ અઝીઝ વગેરે સાત વિરુદ્ધ બી.બી.શાહુનં ચુકાદાના સિધ્ધાંતોને ધ્યાને લીધા હતા.જેમાં મિલકતના ટાઈટલ અંગે જ્યારે સીવીલ તકરાર હોય ત્યારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ક્રીમીનલ ઈન્ટેન્શન હોવાનું કે મિલકત પચાવી પાડેલ છે તેવુ કહી શકાય નહીં.આ પ્રકારના કેસમાં લેન્ડગ્રેબીંગ એક્ટનો ગુનો બનતો નથી.