ગર્ભ સંસ્કાર બાદ અમદાવાદમાં શરૂ થશે હેલ્મેટ સંસ્કાર

માતા-પિતાને ટ્રાફિકના નિયમો સમાજવવામાં આવશે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડે છે અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગગર્ભ સંસ્કાર, અન્ન સંસ્કાર તો તમે સાંભળ્યુ હશે પણ હેલ્મેટ સંસ્કાર કદાચ પહેલી વાર સાંભળ્યું હશે. આ વચ્ચે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરની શાળાના બાળકોને હેલ્મેટ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. જેનાથી આવનારા દિવસોમાં બાળકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની શાળામાં અભ્યાસ કરતા બાળકોને જે વાલીઓ વાહન ઉપર શાળા મૂકવા આવે છે તેમને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વાલીઓમાં જાગૃતતા લાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત સમજાવવામાં પણ આવ્યા છે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જોકે તેમ છતાં મોટા ભાગના વાલીઓ હેલ્મેટ પહેર્યા વિના જ તેમના બાળકોને શાળાએ મૂકવા આવતા હોય છે. ત્યારે પહેલા બાળકોમાં જાગૃતતા આવે તે માટે આ પ્રકારનો નવો પ્રયોગ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની અલગ અલગ ઔદ્યોગિક સંસ્થાઓના સહયોગથી અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા 7000 હેલ્મેટ એકત્રિત કરવામાં આવ્યા છે. જેને અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓમાં બાળકોને વિતરણ કરાશે. આ સાથે જ હેલ્મેટ વિતરણ કર્યા અને થોડા દિવસો પછી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શાળાઓ ઉપર ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવશે. તેમજ આ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે શહેર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. તેમજ આવનારી યુવા પેઢી ટ્રાફિકના નિયમોનો પાલન કરે તે માટે અત્યારથી જ બાળકોને ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી રહી છે. જેથી ભવિષ્યમાં આ બાળકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે અને અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય.

ગર્ભ સંસ્કાર બાદ અમદાવાદમાં શરૂ થશે હેલ્મેટ સંસ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માતા-પિતાને ટ્રાફિકના નિયમો સમાજવવામાં આવશે
  • મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડે છે
  • અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ

ગર્ભ સંસ્કાર, અન્ન સંસ્કાર તો તમે સાંભળ્યુ હશે પણ હેલ્મેટ સંસ્કાર કદાચ પહેલી વાર સાંભળ્યું હશે. આ વચ્ચે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરની શાળાના બાળકોને હેલ્મેટ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. જેનાથી આવનારા દિવસોમાં બાળકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની શાળામાં અભ્યાસ કરતા બાળકોને જે વાલીઓ વાહન ઉપર શાળા મૂકવા આવે છે તેમને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે.


મહત્વનું છે કે વાલીઓમાં જાગૃતતા લાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત સમજાવવામાં પણ આવ્યા છે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જોકે તેમ છતાં મોટા ભાગના વાલીઓ હેલ્મેટ પહેર્યા વિના જ તેમના બાળકોને શાળાએ મૂકવા આવતા હોય છે. ત્યારે પહેલા બાળકોમાં જાગૃતતા આવે તે માટે આ પ્રકારનો નવો પ્રયોગ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરની અલગ અલગ ઔદ્યોગિક સંસ્થાઓના સહયોગથી અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા 7000 હેલ્મેટ એકત્રિત કરવામાં આવ્યા છે. જેને અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓમાં બાળકોને વિતરણ કરાશે. આ સાથે જ હેલ્મેટ વિતરણ કર્યા અને થોડા દિવસો પછી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શાળાઓ ઉપર ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવશે.

તેમજ આ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે શહેર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. તેમજ આવનારી યુવા પેઢી ટ્રાફિકના નિયમોનો પાલન કરે તે માટે અત્યારથી જ બાળકોને ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી રહી છે. જેથી ભવિષ્યમાં આ બાળકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે અને અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય.