ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ: આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના રિમાન્ડ મંજૂર
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને મોટી કાર્યવાહી પણ આ કેસને લઈને કરવામાં આવી રહી છે, ત્યારે ગઈકાલે રાત્રે હોસ્પિટલ અને તેના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.ખ્યાતિ મોતકાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરાયો ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની સવારે ધરપકડ પણ કરી લીધી હતી અને ખ્યાતિ મોતકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી 21 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે. કોર્ટમાં સરકારી વકીલે આરોપીને કર્યા વેધક સવાલો આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ કોર્ટે પૂછ્યું હતું કે પોલીસ સામે માર માર્યાની ફરિયાદ છે? જેનો જવાબ આપતા ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ના કહ્યું હતું. કોર્ટમાં સરકારી વકીલએ આરોપીને વેધક સવાલો કર્યા હતા. વકીલે સવાલ કરતા પુછ્યુ હતું કે બે લોકો મૃત્યુ પામ્યા તેની એન્જિયોપ્લાસ્ટી કોણે કરી? ઓપરેશન પહેલા સગાની સહમતિ લીધી હતી કે કેમ ? તમને જણાવી દઈએ કે 19માંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તેમાંથી 2 લોકોના મોત થયા છે. બીજી તરફ આરોપીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ડોક્ટર અન્ય હોસ્પિટલમાં વિઝિટ માટે જતા હતા, તેઓ સાલ અને જીવરાજ મહેતા હોસ્પિટલમાં વિઝિટ માટે જતા હતા.પોલીસ જાણે ડોક્ટરને પ્રોટેક્શન આપતી હોય તેવો ઘાટ તમને જણાવી દઈએ કે આરોપી ડો. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરતા પહેલા સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ બાદ આરોપીને 4 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બીજી તરફ પોલીસ આરોપીને બચાવવાનો પ્રયત્ન કરતી હોય તેવું જોવા મળ્યું છે? પોલીસે સંદેશ ન્યૂઝને ડોક્ટર સાથે વાત ના કરવા દીધી, ત્યારે સવાલ એ થાય છે કે કેમ ડોક્ટરને VIP ટ્રીટમેન્ટ અપાઇ રહી છે ? શું ડોક્ટર પ્રશાંતને બંધ દરવાજે અપાઇ રહી છે સુવિધા? ત્યારે પોલીસ જાણે ડોક્ટરને પ્રોટેક્શન આપતી હોય તેવો ઘાટ ઘડાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને મોટી કાર્યવાહી પણ આ કેસને લઈને કરવામાં આવી રહી છે, ત્યારે ગઈકાલે રાત્રે હોસ્પિટલ અને તેના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ખ્યાતિ મોતકાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરાયો
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની સવારે ધરપકડ પણ કરી લીધી હતી અને ખ્યાતિ મોતકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી 21 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે.
કોર્ટમાં સરકારી વકીલે આરોપીને કર્યા વેધક સવાલો
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ કોર્ટે પૂછ્યું હતું કે પોલીસ સામે માર માર્યાની ફરિયાદ છે? જેનો જવાબ આપતા ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ના કહ્યું હતું. કોર્ટમાં સરકારી વકીલએ આરોપીને વેધક સવાલો કર્યા હતા. વકીલે સવાલ કરતા પુછ્યુ હતું કે બે લોકો મૃત્યુ પામ્યા તેની એન્જિયોપ્લાસ્ટી કોણે કરી? ઓપરેશન પહેલા સગાની સહમતિ લીધી હતી કે કેમ ? તમને જણાવી દઈએ કે 19માંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તેમાંથી 2 લોકોના મોત થયા છે. બીજી તરફ આરોપીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ડોક્ટર અન્ય હોસ્પિટલમાં વિઝિટ માટે જતા હતા, તેઓ સાલ અને જીવરાજ મહેતા હોસ્પિટલમાં વિઝિટ માટે જતા હતા.
પોલીસ જાણે ડોક્ટરને પ્રોટેક્શન આપતી હોય તેવો ઘાટ
તમને જણાવી દઈએ કે આરોપી ડો. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરતા પહેલા સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ બાદ આરોપીને 4 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બીજી તરફ પોલીસ આરોપીને બચાવવાનો પ્રયત્ન કરતી હોય તેવું જોવા મળ્યું છે? પોલીસે સંદેશ ન્યૂઝને ડોક્ટર સાથે વાત ના કરવા દીધી, ત્યારે સવાલ એ થાય છે કે કેમ ડોક્ટરને VIP ટ્રીટમેન્ટ અપાઇ રહી છે ? શું ડોક્ટર પ્રશાંતને બંધ દરવાજે અપાઇ રહી છે સુવિધા? ત્યારે પોલીસ જાણે ડોક્ટરને પ્રોટેક્શન આપતી હોય તેવો ઘાટ ઘડાયો છે.