Sabarkanthaના તલોદમાં મંત્રી ભીખુસિંહનો બફાટ,કહ્યું ભૂવાજીએ વિધી કરતા સારો થયો

તલોદમાં કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમારનો બફાટ સારવાર કરતા ભૂવાજીની વિધિથી ઝડપી સાજો થયો : મંત્રી ભીખુસિંહ પરમાર ભૂવાજીની વિધિથી હોસ્પિટલમાંથી ઝડપી રજા અપાઇ : મંત્રી ભીખુસિંહ પરમાર અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારનો બફાટ સામે આવ્યો છે,તેમને થોડાક સમય અગાઉ બ્રેનસ્ટોક આવતા અમદાવાદમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,ત્યારે આજે તલોદના એક કાર્યક્રમમાં ભીખુસિંહે કહ્યું કે ભૂવાએ મારી સારવાર કરતા હું સાજો થયો છે,આ વીડિયો સોશિયલ મિડીયમાં વાયરલ થયો છે. ભૂવાજીની વાત સાંભળી સૌ કોઈ ચૌંકી ઉઠયા દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનું મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.તો હમણાં જ વિધાનસભા સત્રમાં કાળા જાદુને લઈ વિધેયક પસાર થયું છે,આ કાર્યક્રમમાં સાંસદ શોભના બારૈયા સહિતના ધારાસભ્યો હાજર હતા.પ્રધાને કહ્યું પોતાને આવેલ બ્રેનસ્ટોકની સારવાર કરતા વધુ ભૂવાજીની વિધિથી ઝડપી સાજા થયા છે.તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભૂવાજીની વાત કરી હતી,તો આ વાત સાંભળી બેઠેલા સૌ કોઈ હસી ઉઠયા હતા.ભૂજીના કહ્યા મુજબ સારવાર કરતા તબીબોએ બ્રેઈનસ્ટોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો. દવા કરતા દુઆ કામ લાગી પોતાને આવેલા બ્રેન સ્ટોકને લઈ ભૂવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું હતુ,દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનુ પ્રધાન ભીખુસિંહ પરમારે કહ્યું હતું.ભીખુસિંહ પરમારની આ વાત સાંભળીને સૌ કોઈ હસવા લાગ્યા હતા,એક સિનિયર મંત્રી જો ભૂવાજીની વાત કરે અને એ પણ આટલી મોટી સારવારમાં જો ભૂવાજીએ સાજા કર્યા હોય તે વાત કેટલા અંશે યોગ્ય ગણાય તે પણ તમે સમજી શકો છો.મંત્રી તરીકે આવો બફાટ કરવો એ કેટલું યોગ્ય ? 19 જુન 2024ના રોજ ખસેડાયા હતા સારવાર હેઠળ રાજ્યકક્ષાના પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારની સવારમાં તબિયત લથડી હતી. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડપ્રેશર વધી જતાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ભીખુસિંહ પરમારને યુએન મહેતા હોસ્પિટલના A બ્લોકના ચોથા માળ ઉપર આવેલા સ્પેશિયલ રૂમમાં સારવાર આપવામાં આવી હતી. તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.ભીખુસિંહના MRI, બ્રેઇન ECG, 2D ઇકો, બ્લડ ટેસ્ટ વગેરે જેવા તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તબીબોને જાણકારી મળી હતી કે, ભીખુસિંહ પરમારને માઇનોર બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હતી.  

Sabarkanthaના તલોદમાં મંત્રી ભીખુસિંહનો બફાટ,કહ્યું ભૂવાજીએ વિધી કરતા સારો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તલોદમાં કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમારનો બફાટ
  • સારવાર કરતા ભૂવાજીની વિધિથી ઝડપી સાજો થયો : મંત્રી ભીખુસિંહ પરમાર
  • ભૂવાજીની વિધિથી હોસ્પિટલમાંથી ઝડપી રજા અપાઇ : મંત્રી ભીખુસિંહ પરમાર

અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારનો બફાટ સામે આવ્યો છે,તેમને થોડાક સમય અગાઉ બ્રેનસ્ટોક આવતા અમદાવાદમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,ત્યારે આજે તલોદના એક કાર્યક્રમમાં ભીખુસિંહે કહ્યું કે ભૂવાએ મારી સારવાર કરતા હું સાજો થયો છે,આ વીડિયો સોશિયલ મિડીયમાં વાયરલ થયો છે.

ભૂવાજીની વાત સાંભળી સૌ કોઈ ચૌંકી ઉઠયા

દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનું મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.તો હમણાં જ વિધાનસભા સત્રમાં કાળા જાદુને લઈ વિધેયક પસાર થયું છે,આ કાર્યક્રમમાં સાંસદ શોભના બારૈયા સહિતના ધારાસભ્યો હાજર હતા.પ્રધાને કહ્યું પોતાને આવેલ બ્રેનસ્ટોકની સારવાર કરતા વધુ ભૂવાજીની વિધિથી ઝડપી સાજા થયા છે.તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભૂવાજીની વાત કરી હતી,તો આ વાત સાંભળી બેઠેલા સૌ કોઈ હસી ઉઠયા હતા.ભૂજીના કહ્યા મુજબ સારવાર કરતા તબીબોએ બ્રેઈનસ્ટોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો.

દવા કરતા દુઆ કામ લાગી

પોતાને આવેલા બ્રેન સ્ટોકને લઈ ભૂવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું હતુ,દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનુ પ્રધાન ભીખુસિંહ પરમારે કહ્યું હતું.ભીખુસિંહ પરમારની આ વાત સાંભળીને સૌ કોઈ હસવા લાગ્યા હતા,એક સિનિયર મંત્રી જો ભૂવાજીની વાત કરે અને એ પણ આટલી મોટી સારવારમાં જો ભૂવાજીએ સાજા કર્યા હોય તે વાત કેટલા અંશે યોગ્ય ગણાય તે પણ તમે સમજી શકો છો.મંત્રી તરીકે આવો બફાટ કરવો એ કેટલું યોગ્ય ?

19 જુન 2024ના રોજ ખસેડાયા હતા સારવાર હેઠળ

રાજ્યકક્ષાના પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારની સવારમાં તબિયત લથડી હતી. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડપ્રેશર વધી જતાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ભીખુસિંહ પરમારને યુએન મહેતા હોસ્પિટલના A બ્લોકના ચોથા માળ ઉપર આવેલા સ્પેશિયલ રૂમમાં સારવાર આપવામાં આવી હતી. તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.ભીખુસિંહના MRI, બ્રેઇન ECG, 2D ઇકો, બ્લડ ટેસ્ટ વગેરે જેવા તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તબીબોને જાણકારી મળી હતી કે, ભીખુસિંહ પરમારને માઇનોર બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હતી.