Navsari: શિક્ષણમંત્રી કુબેર ડિંડોર રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાતે
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નવસારી જિલ્લામાં આવેલ વાંસદાની રંગપુર પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી. શિક્ષણમંત્રીએ ગ્રામ્ય વિસ્તારની શાળામાં આકસ્મિક તપાસ કરી હતી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરએ વાંસદાની રંગપુર પ્રાથમિક શાળામાં તપાસ કરી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કુબેર ડિંડોરએ શાળામાં આવેલ મધ્યાહન ભોજનની પણ તપાસ કરી હતી. અને ત્યાં જમવા બેઠેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ચીખલી પ્રા.શાળાની પણ આકસ્મિક મુલાકાત લીધી શિક્ષણમંત્રી ચીખલીની પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત માટે પહોંચ્યા હતા. શિક્ષણમંત્રીએ સંદેશ ન્યૂઝ સાથે સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, આજે હું રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યો છું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમસી સ્કુલો ગુજરાતમાં આપી છે, આમ તો સમગ્ર દેશમાં પીએમસી સ્કુલો બનાવી છે અને ગુજરાતમાં 448 જેટલી સ્કુલો તૈયાર કરાવી છે. જેમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. જે સુવિધાઓ અંગે આજે તપાસ કરવા માટે અમે આવ્યા છીએ. જેથી કોઈ સુવિધા ઓછી હશે તો તેની પૂરતી કરવામાં આવશે. શિક્ષકોની ઘટ અને ઓરડાઓના ઘટ હોવા અંગેની પ્રક્રિયાએ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષકો નિવૃત્ત થાય એટલી તેમની ઘટ હોય જેથી આગામી સમયમાં 24400 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નવસારી જિલ્લામાં આવેલ વાંસદાની રંગપુર પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી. શિક્ષણમંત્રીએ ગ્રામ્ય વિસ્તારની શાળામાં આકસ્મિક તપાસ કરી હતી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરએ વાંસદાની રંગપુર પ્રાથમિક શાળામાં તપાસ કરી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કુબેર ડિંડોરએ શાળામાં આવેલ મધ્યાહન ભોજનની પણ તપાસ કરી હતી. અને ત્યાં જમવા બેઠેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
ચીખલી પ્રા.શાળાની પણ આકસ્મિક મુલાકાત લીધી
શિક્ષણમંત્રી ચીખલીની પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત માટે પહોંચ્યા હતા. શિક્ષણમંત્રીએ સંદેશ ન્યૂઝ સાથે સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, આજે હું રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યો છું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમસી સ્કુલો ગુજરાતમાં આપી છે, આમ તો સમગ્ર દેશમાં પીએમસી સ્કુલો બનાવી છે અને ગુજરાતમાં 448 જેટલી સ્કુલો તૈયાર કરાવી છે. જેમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. જે સુવિધાઓ અંગે આજે તપાસ કરવા માટે અમે આવ્યા છીએ. જેથી કોઈ સુવિધા ઓછી હશે તો તેની પૂરતી કરવામાં આવશે. શિક્ષકોની ઘટ અને ઓરડાઓના ઘટ હોવા અંગેની પ્રક્રિયાએ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષકો નિવૃત્ત થાય એટલી તેમની ઘટ હોય જેથી આગામી સમયમાં 24400 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.