ક્રેડીટ કાર્ડની લીમીટના રૂપિયાનું રોટેશન ફેરવવાના નામે 5થી વધુ લોકો સાથે 25 લાખની ઠગાઇ

ધંધામાં રૂપિયાની જરૂર હોવાનું જણાવી ફ્રોડ આચર્યો : રાજકોટમાં બાઇકના શો-રૂમમાં નોકરી કરતાં કોટડાસાંગાણી પંથકના યુવાન દ્વારા પોલીસ ફરિયાદરાજકોટ, : કોટડાસાંગાણીના થોરડી ગામે રહેતા રાજકોટમાં નાનામવા સર્કલ પાસે આવેલા બાઇકના શો-રૂમમાં નોકરી કરતાં દિલીપભાઈ જયંતિભાઈ ચાવડા (ઉ.વ 31) અને તેના પરિચિત સહિત 5થી વધુ લોકો સાથે હર્ષ ગુણવંતભાઈ સોમૈયા (ઉ.વ. 30, રહે. જીજાબાઇ ટાઉનશીપ, નવો 150 ફૂટ રિંગ રોડ)એ જુદી-જુદી કંપનીના ક્રેડીટની લીમીટના રૂપિયાનું રોટેશન ફેરવવાનું કહી તેમજ ફરી પાછી ક્રેડીટની લીમીટના રૂપિયા જમા કરાવવાનું જણાવી રૂા. 25.44 લાખ ઉપાડી લઇ ક્રેડીટ કાર્ડ લીમીટના રૂપિયા નહીં ભરી છેતરપિંડી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. દિલીપભાઈએ પોલીસને જણાવ્યું કે  તે શો-રૂમમાં કાર પેઇન્ટર તરીકે નોકરી કરે છે. આરોપી સાથે કામ કરતાં આરોપીનો સંપર્ક 2020માં થયો હતો. ત્યારબાદ 2023 માં આરોપીએ નોકરી મૂકી પોતાની ઝેનીલ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન શોપ ચાલુ કરી હતી. છએક મહિના બાદ આરોપીએ તેની પાસે આવી ધંધા માટે રૂપિયાની જરૂર છે, તારા ક્રેડીટ કાર્ડનો મને ઉપયોગ કરવા આપ કહેતા તેણે મારા ક્રેડીટ કાર્ડમાં રૂા. ૨.૫૯ લાખની ક્રેડીટ છે કહેતા આરોપીએ હું તારા ક્રેડીટ કાર્ડની લીમીટમાં રૂપિયાનું રોટેશન ફેરવી ફરી પાછી ક્રેડીટ કાર્ડની લીમીટના રૂપિયા જમા કરાવી ક્રેડીટ કાર્ડ પરત આપી દઇશ કહેતા તેને કાર્ડ આપી દીધું હતું.જેમાંથી આરોપીએ રકમ ઉપાડી લીધી હતી. બે માસ બાદ આરોપીએ ફરી તેની પાસે આવી હું તને જુદી-જુદી બેન્કના 5 ક્રેડીટ કાર્ડ કઢાવી આપીશ, તે રૂપિયા મને વાપરવા માટે આપજે કહી તેને અલગ-અલગ બેન્કના કાર્ડ કઢાવી આપ્યા હતાં અને તેના મોબાઇલમાં એક એપમાંથી એક લાખની લોન મળી રૂા. 17.22 લાખ ધંધા માટે મેળવી લીધા હતા.જેના બે માસ બાદ તેને ક્રેડીટ કાર્ડમાં જમા કરાવવા માટે જણાવ્યું હતું. બાદમાં થોડાક માસ પછી અવારનવાર ભેગો થતા આરોપીએ તેને બે મહિનામાં તારો બધો વહીવટ થઇ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ પંદરેક દિવસ પહેલા આરોપીના જીવાપર ગામે જઇ તેને વાત કરતાં તેને મારી પાસે જેમ રૂપિયા થશે તેમ તને આપી દઇશ તેમ વાત કરી હતી. પરંતુ આજ દિન સુધી રૂપિયા આપ્યા ન હતાં.  આવી જ રીતે આરોપીએ તેના મિત્રો રિફાકાતુસ અહમદભાઈ સેરસિયા, ધવલ હિતેશભાઈ કાચા, રોહીત દિનેશભાઈ પરમાર અને મિત દિપકભાઈ માણસોણીયા સાથે પણ છેતરપિંડી કરી કુલ રૂા. 25.44 લાખની છેતરપિંડી કર્યાનું ખુલતા ફરિયાદ નોંધાવી હતી. 

ક્રેડીટ કાર્ડની લીમીટના રૂપિયાનું રોટેશન ફેરવવાના નામે 5થી વધુ લોકો સાથે 25 લાખની ઠગાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધંધામાં રૂપિયાની જરૂર હોવાનું જણાવી ફ્રોડ આચર્યો : રાજકોટમાં બાઇકના શો-રૂમમાં નોકરી કરતાં કોટડાસાંગાણી પંથકના યુવાન દ્વારા પોલીસ ફરિયાદ

રાજકોટ, : કોટડાસાંગાણીના થોરડી ગામે રહેતા રાજકોટમાં નાનામવા સર્કલ પાસે આવેલા બાઇકના શો-રૂમમાં નોકરી કરતાં દિલીપભાઈ જયંતિભાઈ ચાવડા (ઉ.વ 31) અને તેના પરિચિત સહિત 5થી વધુ લોકો સાથે હર્ષ ગુણવંતભાઈ સોમૈયા (ઉ.વ. 30, રહે. જીજાબાઇ ટાઉનશીપ, નવો 150 ફૂટ રિંગ રોડ)એ જુદી-જુદી કંપનીના ક્રેડીટની લીમીટના રૂપિયાનું રોટેશન ફેરવવાનું કહી તેમજ ફરી પાછી ક્રેડીટની લીમીટના રૂપિયા જમા કરાવવાનું જણાવી રૂા. 25.44 લાખ ઉપાડી લઇ ક્રેડીટ કાર્ડ લીમીટના રૂપિયા નહીં ભરી છેતરપિંડી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

દિલીપભાઈએ પોલીસને જણાવ્યું કે  તે શો-રૂમમાં કાર પેઇન્ટર તરીકે નોકરી કરે છે. આરોપી સાથે કામ કરતાં આરોપીનો સંપર્ક 2020માં થયો હતો. ત્યારબાદ 2023 માં આરોપીએ નોકરી મૂકી પોતાની ઝેનીલ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન શોપ ચાલુ કરી હતી. છએક મહિના બાદ આરોપીએ તેની પાસે આવી ધંધા માટે રૂપિયાની જરૂર છે, તારા ક્રેડીટ કાર્ડનો મને ઉપયોગ કરવા આપ કહેતા તેણે મારા ક્રેડીટ કાર્ડમાં રૂા. ૨.૫૯ લાખની ક્રેડીટ છે કહેતા આરોપીએ હું તારા ક્રેડીટ કાર્ડની લીમીટમાં રૂપિયાનું રોટેશન ફેરવી ફરી પાછી ક્રેડીટ કાર્ડની લીમીટના રૂપિયા જમા કરાવી ક્રેડીટ કાર્ડ પરત આપી દઇશ કહેતા તેને કાર્ડ આપી દીધું હતું.

જેમાંથી આરોપીએ રકમ ઉપાડી લીધી હતી. બે માસ બાદ આરોપીએ ફરી તેની પાસે આવી હું તને જુદી-જુદી બેન્કના 5 ક્રેડીટ કાર્ડ કઢાવી આપીશ, તે રૂપિયા મને વાપરવા માટે આપજે કહી તેને અલગ-અલગ બેન્કના કાર્ડ કઢાવી આપ્યા હતાં અને તેના મોબાઇલમાં એક એપમાંથી એક લાખની લોન મળી રૂા. 17.22 લાખ ધંધા માટે મેળવી લીધા હતા.

જેના બે માસ બાદ તેને ક્રેડીટ કાર્ડમાં જમા કરાવવા માટે જણાવ્યું હતું. બાદમાં થોડાક માસ પછી અવારનવાર ભેગો થતા આરોપીએ તેને બે મહિનામાં તારો બધો વહીવટ થઇ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ પંદરેક દિવસ પહેલા આરોપીના જીવાપર ગામે જઇ તેને વાત કરતાં તેને મારી પાસે જેમ રૂપિયા થશે તેમ તને આપી દઇશ તેમ વાત કરી હતી. પરંતુ આજ દિન સુધી રૂપિયા આપ્યા ન હતાં.  આવી જ રીતે આરોપીએ તેના મિત્રો રિફાકાતુસ અહમદભાઈ સેરસિયા, ધવલ હિતેશભાઈ કાચા, રોહીત દિનેશભાઈ પરમાર અને મિત દિપકભાઈ માણસોણીયા સાથે પણ છેતરપિંડી કરી કુલ રૂા. 25.44 લાખની છેતરપિંડી કર્યાનું ખુલતા ફરિયાદ નોંધાવી હતી.