સાસરીયાથી જુદા રહેવા વહુના ત્રાગા, સાસુને ગરદન પકડી ફટકારી

Vadodara News : સાસરીયા થી જુદા રહેવા માંગતી વહુના ત્રાસને કારણે સાસુએ અભયમની મદદ લેતા કાઉન્સેલિંગ કરી હાલ પૂરતું બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું છે. વહુનો માર ખાતી સાસુએ ફરિયાદ કરી હતી કે, મારી વહુને જુદા રહેવું હોવાથી છ મહિનાથી કોઈને કોઈ કારણસર માથાકૂટ કરે છે. મારા પતિને અસ્થમાની બીમારી છે છતાં તેમનો શ્વાસ દેવાનો પંપ ફેંકી દેવાનું કહે છે અને મારો પુત્ર દવા લાવે તો તેની સાથે પણ ઝઘડા કરે છે. કેટલાક દિવસોથી વહુ રાત્રે પિયર ચાલી જાય છે અને તેને કારણે ઘરમાં તેલનું ટીપું પણ રહ્યું નથી. આ બાબતે કંઈ પણ કહીએ તો ઝઘડા થાય છે.સાસુએ કહ્યું છે કે, ગઈકાલે વહુના કાકા આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે મેં આ બાબતે વાતચીત કરી હતી. જેથી નારાજ થઈ ગઈ વહુએ કાકાના ગયા બાદ મને ગરદન પકડીને માર માર્યો હતો. અભયમની ટીમે સાસુ વહુનું બંનેનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. જેથી હાલ પૂરતું સમાધાન થયું છે.

સાસરીયાથી જુદા રહેવા વહુના ત્રાગા, સાસુને ગરદન પકડી ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News : સાસરીયા થી જુદા રહેવા માંગતી વહુના ત્રાસને કારણે સાસુએ અભયમની મદદ લેતા કાઉન્સેલિંગ કરી હાલ પૂરતું બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું છે. 

વહુનો માર ખાતી સાસુએ ફરિયાદ કરી હતી કે, મારી વહુને જુદા રહેવું હોવાથી છ મહિનાથી કોઈને કોઈ કારણસર માથાકૂટ કરે છે. મારા પતિને અસ્થમાની બીમારી છે છતાં તેમનો શ્વાસ દેવાનો પંપ ફેંકી દેવાનું કહે છે અને મારો પુત્ર દવા લાવે તો તેની સાથે પણ ઝઘડા કરે છે. 

કેટલાક દિવસોથી વહુ રાત્રે પિયર ચાલી જાય છે અને તેને કારણે ઘરમાં તેલનું ટીપું પણ રહ્યું નથી. આ બાબતે કંઈ પણ કહીએ તો ઝઘડા થાય છે.

સાસુએ કહ્યું છે કે, ગઈકાલે વહુના કાકા આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે મેં આ બાબતે વાતચીત કરી હતી. જેથી નારાજ થઈ ગઈ વહુએ કાકાના ગયા બાદ મને ગરદન પકડીને માર માર્યો હતો. અભયમની ટીમે સાસુ વહુનું બંનેનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. જેથી હાલ પૂરતું સમાધાન થયું છે.