એપ્રિલમાં કમોસમી વરસાદથી ખેડૂતો થશે પરેશાન : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

ભારે ગરમીનો પણ એપ્રિલમાં સામનો કરવો પડશે 6 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં થશે વધારો 8 થી 13 એપ્રિલ રાજ્યમાં રહેશે હીટવેવ રાજ્યમાં એપ્રિલ મહિનામાં કેવું હવામાન રહેશે તેના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જે સાથે જ ગરમીનો પણ પારો ઉપર જઈ શકે છે. જે સાથે જ કેટલાંક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે. એપ્રિલ મહિના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 15 દિવસ દરમિયાન હીટવેવ અને માવઠાની શક્યતા છે. 8 થી 13 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે અને સામાન્ય કરતા 4 ડીગ્રી તાપમાન વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 13 એપ્રિલથી કમોસમી વરસાદની શક્યતાજેના સાથે જ પરેશ ગોસ્વામીએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં 45 ડીગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં હીટવેવની વધુ અસર જોવા મળશે. મધ્ય ગુજરાતના કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ તાપમાન રહેશે તેમજ ઉત્તર ગુજરાતના ઈડર અને હિમતનગરમાં ગરમીનો અહેસાસ વધુ રહેશે. તેમજ 13થી 16 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર રહેશે. નોંધનીય છેકે, આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.

એપ્રિલમાં કમોસમી વરસાદથી ખેડૂતો થશે પરેશાન : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે ગરમીનો પણ એપ્રિલમાં સામનો કરવો પડશે
  • 6 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં થશે વધારો
  • 8 થી 13 એપ્રિલ રાજ્યમાં રહેશે હીટવેવ

રાજ્યમાં એપ્રિલ મહિનામાં કેવું હવામાન રહેશે તેના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જે સાથે જ ગરમીનો પણ પારો ઉપર જઈ શકે છે. જે સાથે જ કેટલાંક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે.

એપ્રિલ મહિના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 15 દિવસ દરમિયાન હીટવેવ અને માવઠાની શક્યતા છે. 8 થી 13 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે અને સામાન્ય કરતા 4 ડીગ્રી તાપમાન વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 

13 એપ્રિલથી કમોસમી વરસાદની શક્યતા

જેના સાથે જ પરેશ ગોસ્વામીએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં 45 ડીગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં હીટવેવની વધુ અસર જોવા મળશે. મધ્ય ગુજરાતના કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ તાપમાન રહેશે તેમજ ઉત્તર ગુજરાતના ઈડર અને હિમતનગરમાં ગરમીનો અહેસાસ વધુ રહેશે. તેમજ 13થી 16 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર રહેશે.

નોંધનીય છેકે, આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.