Vav-Tharad હાઇવે પરથી 6 મહિનાથી ફરાર ખૂંખાર લૂંટારો અનિલ બિશ્નોઈ ઝડપાયો, LIVE ધરપકડ CCTVમાં કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત-રાજસ્થાન સરહદ પર ગુનેગારો સામે લાલ આંખ કરતા વાવ થરાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ એક મોટી સફળતા હાંસલ કરી છે. વાવ-થરાદ પંથકમાં એલસીબી પોલીસે ફિલ્મી ઢબે ગુપ્ત ઓપરેશન પાર પાડીને છેલ્લા 6 મહિનાથી પોલીસને હંફાવતા, લૂંટ અને ઘાતક હથિયારોની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી અનિલ બિશ્નોઈને દબોચી લીધો છે.
આરોપીને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધો
એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનનો રીઢો ગુનેગાર અનિલ બિશ્નોઈ સરહદી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવીને થરાદ હાઇવે પર મલુપુર નજીક આવેલી રામદેવ હોટલમાંથી આરોપીને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધો હતો. હાઇવે પર બનેલી આ સનસનાટીપૂર્ણ ધરપકડની સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં પોલીસની તત્પરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
રાજસ્થાન પોલીસ માટે માથાનો દુખાવો બનેલો હતો
પકડાયેલો આરોપી અનિલ બિશ્નોઈ રાજસ્થાન પોલીસ માટે માથાનો દુખાવો બનેલો હતો. તે રાજસ્થાનના કરડા અને ભીનમાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલી અનેક લૂંટ અને આર્મ્સ એક્ટના ગંભીર ગુનાઓમાં છેલ્લા અડધા વર્ષથી ફરાર જાહેર કરાયો હતો. ધરપકડ બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. એલસીબીની પ્રાથમિક તપાસ અને કાયદાકીય કાગળોની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, આ ખતરનાક આરોપીનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે. આ ઓપરેશનથી સરહદી વિસ્તારોમાં સક્રિય ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો---- Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

