Gujarat Weather News: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 6 દિવસ સુધી વંટોળ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને લીધે ગત રાત્રિથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણ પલટાયું છે અને વરસાદ નોંધાયો છે.આ બદલાયેલા હવામાનને કારણે આગામી દિવસોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતાઓ છે.
માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. વરસાદની મુખ્ય અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં જોવા મળશે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જેવા વિસ્તારોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આજે સાંજના સમયે અમદાવાદ શહેરમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.અમદાવાદમાં સાંજે યોજાનારી IPL મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે.રમત દરમિયાન વરસાદની સીધી અસર થઈ શકે છે.જેના કારણે ક્રિકેટ રસિયાઓ અને સ્ટેડિયમ પ્રશાસનની ચિંતામાં મોટો વધારો થયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડવાની આગાહી
ગઈકાલે મોડી રાતથી બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વડોદરા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમરેલી, નવસારી, દીવમાં પણ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે દ્વારકા-દીવના દરિયામાં ચોમાસાનો કરંટ જોવા મળ્યો હોય તેમ ૧૦ ફુટ સુધીના ઉંચા મોજા ઉછળ્યા હતા અને આવતીકાલ સોમવારથી તોફાની પવન સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: વેડ દરવાજા પાસે નાસિરનગરમાં SMC નું મેગા ઓપરેશન, સેંકડો લોકો રસ્તા પર આવી જતાં હોબાળો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

