Panchmahal : કાલોલમાં ત્રણ કેન્દ્રો ખાતે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા યોજાઈ

Nov 29, 2026 - 02:30
Panchmahal : કાલોલમાં ત્રણ કેન્દ્રો ખાતે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીયકૃત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પરીક્ષા આજે શનિવારે કાલોલ ખાતે ત્રણ અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. સવારે 11:30થી બપોરે 1:30 કલાક દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં કાલોલ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરીક્ષાની વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓને સવારે 10:30 કલાકથી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાલોલની ધી એમ.જી.એસ. હાઈસ્કૂલ ખાતે 22 બ્લોક, સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 12 બ્લોક અને મહર્ષિ વિદ્યાલય ખાતે 12 બ્લોકની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ, ત્રણેય પરીક્ષા કેન્દ્રો પર કુલ 46 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણેય કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સાથેપરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પોતાના સંતાનોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યની આશા સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રો બહાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરીક્ષાપ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0