Dahod : સિંગવડ ખાતે સમાજના આગેવાનો સાથે વિકાસલક્ષી સંવાદ કર્યો

Nov 29, 2026 - 02:30
Dahod : સિંગવડ ખાતે સમાજના આગેવાનો સાથે વિકાસલક્ષી સંવાદ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીમખેડા વિધાનસભા વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ સિંગવડ તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે સમાજના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી વિકાસલક્ષી સંવાદ કરી જિલ્લા, રાજ્ય અને તાલુકા કક્ષાના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. બેઠકમાં મુખ્યત્વે સિંગવડ તાલુકાની વાલાગોટા ગ્રામ પંચાયતનો પ્રશ્ન રજૂ કરતાં આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારમાં એકપણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ફાળવાયો નથી. આથી જરૂરિયાતમંદ અને આવાસવિહોણા પરિવારોને યોજનાનો લાભ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. ઉપરાંત સિંગવડની આસ્થા અને ઐતિહાસિક વિરાસત સમાન ભમરેચી માતાજીના પૌરાણિક મંદિરને રાજ્યના પ્રવાસન વિભાગમાં આવરી લઈ તેનો સર્વાંગી વિકાસ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરાઈ હતી. સિંગવડથી ગોધરા, દાહોદ, પીપલોદ, લીમખેડા અને સંજેલી જેવા મથકો માટે મિની બસોની સુવિધા શરૂ કરવા માંગ કરાઈ હતી. જ્યારે રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર અને ભુજ જેવા શહેરો માટે નવી બસો ફાળવી સીધી બસ સેવા શરૂ કરવા પણ રજૂઆત કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0