Deesa: મુડેઠા ગણેશપુરા રોડ પર કારમાંથી 974 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડીસા તાલુકાના મુડેઠા ગણેશપુરા રોડ ઉપર નાકાબંધી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરની ટીમે એક ઇકો ગાડી ઝડપી પાડી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ 974 બોટલો સહિત રૂ. 6,01,535નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે ડીસા તાલુકાના મુડેઠા ગામે નકળંગ મહાદેવ મંદિર નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઇકો ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ગાડી ચાલકે રોકવાને બદલે આગળ નીકળી જતાં ટીમે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ મુડેઠા ગણેશપુરા રોડ ઉપર ઇકો ગાડી ઝડપી લેવામાં આવી હતી. ગાડીની તપાસ દરમિયાન ગાડીમાંથી વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ 974 બોટલો, જેની કિંમત રૂ. 3,01,535, તેમજ ઇકો ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 6,01,535નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ઇકો ગાડીના ચાલક સહિતના આરોપીઓ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

