Rajkot News: સાંઢિયા પુલનું એક અઠવાડિયામાં CMના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ થશે

May 31, 2026 - 13:30
Rajkot News: સાંઢિયા પુલનું એક અઠવાડિયામાં CMના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું કામ પૂરું થઈ ગયા બાદ હવે એક અઠવાડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે.પુલના કામને કારણે છેલ્લા બે વર્ષથી લોકોને ટ્રાફિકને કારણે વેઠવી પડતી હાડમારીનો હવે અંત આવશે.74 કરોડના ખર્ચે બનેલા આ પુલની કામગીરીને કારણે દરરોજ સેંકડો વાહનચાલકો ભોમેશ્વરમાંથી કઢાયેલા સાંકડા ડાયવર્ઝનને લઈને ટ્રાફિકની હાડમારીથી પીડાઈ રહ્યા છે. તેથી પુલ બની ગયા બાદ તાત્કાલિક એને ખુલ્લો મૂકવા પણ લોકોમાંથી માગણી ઉઠવા લાગી છે.

મેયરે સ્થળ પર અધિકારીઓનો ઉધડો લીધો

હવે RMCમાં નવી બોડી ચૂંટાઈ આવ્યા બાદ પદાધિકારીઓની નિમણૂક પણ થઈ જતાં સાંઢિયા પુલ ખુલ્લો મુકાવાનો માર્ગ મોકળો બન્યો છે. શનિવારે મેયર સહિતના પદાધિકારીઓએ પુલની આકસ્મિક મુલાકાત લીધી હતી.તેમણે કમિશનર અને ઇજનેર વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી 202 મીટર લાંબા બ્રિજનું બંને તરફ ચાલીને નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન રોડ અને બ્રિજની બંને સાઈડની દીવાલોનું સર્ફેસ લેવલ યોગ્ય ન જણાતા મેયરે સ્થળ પર અધિકારીઓનો ઉધડો લીધો હતો.અધિકારીએ બચાવમાં ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેયરે બધું તાત્કાલિક યોગ્ય કરવા સૂચના આપી હતી.

અઠવાડિયામાં એનું લોકાર્પણ કરવામાં આવશે

હવે આ અઠવાડિયામાં એનું લોકાર્પણ કરવામાં આવશે અને એ માટે ગાંધીનગરથી તારીખ પણ માંગવામાં આવી મનપાના સૂત્રોએ જણાવ્યું હતું.જામનગર રોડ પર આવેલો 46 વર્ષ જૂનો ટુ-લેન સાઢિયા પુલ લાંબા સમયથી જર્જરિત હતો.7 માર્ચ 2024ના રોજ નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહર્ત કરાયું હતું.મે 2024થી જનો પલ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.નવો બ્રિજ 16:40 મીટર પહોળો અને 602 મીટર લાંબો છે, જેમાં 20 રેગ્યુલર સ્પાન અને 1 સેન્ટ્રલ સ્પાન (36 મીટર) મળી કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે.આ બ્રિજ શરૂ થવાથી જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે.

આ પણ વાંચોઃ Ahmedabad: રમશે બાળક, ખીલશે બાળક" અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ બાળકો માટે એકત્રિત કર્યા રમકડાં



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0