Vadodaraમાં MS યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિધાર્થીઓએ લોલીપોપ લઈ આંદોલન કર્યુ

પોલીસે વિધાર્થીઓના હાથમાંથી જુટવી લોલીપોપ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસી વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર પોલીસ સાથે વિદ્યાર્થી નેતા અને વિદ્યાર્થીઓનું થયું ઘર્ષણ એમએસયુનિવર્સિટીમાં પ્રવેશ મામલે એનએસયુઆઈ અને વિધાર્થીઓનું આંદોલન યથાવત છે,આજે વિધાર્થીઓ દ્રારા લોલીપોપ લઈને રોડની વચ્ચે બેસી વિરોધ કરવામાં આવ્યો હતો.વાઇસ ચાન્સેલરે ગતરોજ 1400 વિધાર્થીઓને પ્રવેશ આપવાનો કહી લોલીપોપ આપી હોવાની કરી હતી. વાત.વીસીએ એડમિશનને લઈ લોલીપોપ આપી હોવાથી એનએસયુઆઈ દ્રારા રિટર્ન ગિફ્ટમાં મોટી લોલીપોપ લઇ વિરોધ પ્રદર્શન કરાયુ. વિધાર્થીઓ રોષે ભરાયા પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વીસી સરને આપવા દો. આજે બે વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો હતો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની બસ એક જ માગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે. ગઈકાલે રેલી કાઢી હલ્લાબોલ કર્યો હતો ગઈકાલે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને વીસી હાય હાયના નારા લગાવ્યા હતા. આ સમયે તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલીનાં દશ્યો સર્જાયાં હતાં. સ્થાનિક વિધાર્થીઓ મૂકાયા મૂંઝવણમાં આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે, એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને પગલે એમ. એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો છે. સ્થાનિક 70 ટકા વિધાર્થીઓને નહી લેવા પ્રથમ વર્ષમાં વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં તે બાબતે પહેલેથી જ અનિશ્ચિતતા હતી. આ સંજોગોમાં હવે યુનિ. સત્તાધીશો દ્વારા વડોદરાના સ્થાનિક 70% વિદ્યાર્થીઓને લેવાનો ક્રાઇટેરિયા કાઢીને અન્ય શહેરોના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે તે પ્રકારની સિસ્ટમ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં પ્રવેશ લેવા માટે જવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

Vadodaraમાં MS યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિધાર્થીઓએ લોલીપોપ લઈ આંદોલન કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે વિધાર્થીઓના હાથમાંથી જુટવી લોલીપોપ
  • યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસી વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
  • પોલીસ સાથે વિદ્યાર્થી નેતા અને વિદ્યાર્થીઓનું થયું ઘર્ષણ

એમએસયુનિવર્સિટીમાં પ્રવેશ મામલે એનએસયુઆઈ અને વિધાર્થીઓનું આંદોલન યથાવત છે,આજે વિધાર્થીઓ દ્રારા લોલીપોપ લઈને રોડની વચ્ચે બેસી વિરોધ કરવામાં આવ્યો હતો.વાઇસ ચાન્સેલરે ગતરોજ 1400 વિધાર્થીઓને પ્રવેશ આપવાનો કહી લોલીપોપ આપી હોવાની કરી હતી. વાત.વીસીએ એડમિશનને લઈ લોલીપોપ આપી હોવાથી એનએસયુઆઈ દ્રારા રિટર્ન ગિફ્ટમાં મોટી લોલીપોપ લઇ વિરોધ પ્રદર્શન કરાયુ.

વિધાર્થીઓ રોષે ભરાયા

પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વીસી સરને આપવા દો. આજે બે વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો હતો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની બસ એક જ માગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે.


ગઈકાલે રેલી કાઢી હલ્લાબોલ કર્યો હતો

ગઈકાલે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને વીસી હાય હાયના નારા લગાવ્યા હતા. આ સમયે તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલીનાં દશ્યો સર્જાયાં હતાં.

સ્થાનિક વિધાર્થીઓ મૂકાયા મૂંઝવણમાં

આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે, એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને પગલે એમ. એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો છે.

સ્થાનિક 70 ટકા વિધાર્થીઓને નહી લેવા

પ્રથમ વર્ષમાં વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં તે બાબતે પહેલેથી જ અનિશ્ચિતતા હતી. આ સંજોગોમાં હવે યુનિ. સત્તાધીશો દ્વારા વડોદરાના સ્થાનિક 70% વિદ્યાર્થીઓને લેવાનો ક્રાઇટેરિયા કાઢીને અન્ય શહેરોના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે તે પ્રકારની સિસ્ટમ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં પ્રવેશ લેવા માટે જવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.