Weather News : રાજયમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

રાજયમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી ગુજરાતમાં એક તરફ ગરમી છે,તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ ગરમીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે,કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જાણો કયા જિલ્લામાં કરાઈ છે વરસાદની આગાહી ગુજરાતમાં સાયકલોનિક સિસ્ટમ સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત,નવસારી, વલસાડ, વડોદરા,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જાણો ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી ગરમી છે. વરસાદી સિસ્ટમ સર્જાતા ગરમીથી આંશિક રાહત તો થશે સાથે સાથે ખેડૂતોની ચિંતમાં વધારો પણ થશે.ગરમીની વાત કરવામાં આવે તો મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે,છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.8 ડિગ્રી,અમરેલીમાં 40.3 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 40.2 ડિગ્રી, કેશોદમાં 40.0 ડિગ્રી,અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.0 ડિગ્રી,ડીસામાં 38.0 ડિગ્રી, કંડલામાં 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 15 થી 17 જુન આસપાસ આવશે નૈઋત્યનું ચોમાસુ અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ નૈઋત્યનું ચોમાસુ બેસી શકે છે. અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદામાનમાં ચોમાસુ બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચે છે. ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠુ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

Weather News : રાજયમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
  • સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી
  • બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ગુજરાતમાં એક તરફ ગરમી છે,તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ ગરમીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે,કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

જાણો કયા જિલ્લામાં કરાઈ છે વરસાદની આગાહી

ગુજરાતમાં સાયકલોનિક સિસ્ટમ સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત,નવસારી, વલસાડ, વડોદરા,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

જાણો ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી ગરમી છે.

વરસાદી સિસ્ટમ સર્જાતા ગરમીથી આંશિક રાહત તો થશે સાથે સાથે ખેડૂતોની ચિંતમાં વધારો પણ થશે.ગરમીની વાત કરવામાં આવે તો મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે,છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.8 ડિગ્રી,અમરેલીમાં 40.3 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 40.2 ડિગ્રી, કેશોદમાં 40.0 ડિગ્રી,અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.0 ડિગ્રી,ડીસામાં 38.0 ડિગ્રી, કંડલામાં 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

15 થી 17 જુન આસપાસ આવશે નૈઋત્યનું ચોમાસુ

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ નૈઋત્યનું ચોમાસુ બેસી શકે છે. અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદામાનમાં ચોમાસુ બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચે છે.

ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે

ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠુ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.