Vadodara News: સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મનો આરોપ

કોર્ટ સમક્ષ પીડિતાનું 164 મુજબ લેવાશે નિવેદન 8 વર્ષ બાદ જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર વડતાલના જે.પી.સ્વામી સામે દુષ્કર્મનો આરોપ છે. જેમાં કોર્ટ સમક્ષ પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે. તેમાં 8 વર્ષ બાદ જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ FSLની ટીમે મંદિરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં જે.પી.સ્વામી સ્વામિનારાયણ મંદિરમાં ન હોવાનું ખૂલ્યું છે. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો વડતાલ તાબાના વાડી સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી પર દુષ્કર્મના આરોપ મામલે આજે પીડિતાનું કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લેવાશે. યુવતીની ફરિયાદ બાદ એફ.એસ.એલની ટિમ સાથે મંદિરમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ ન હોવાનું સામે આવ્યું છે. 8 વર્ષ બાદ આખરે જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ, પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે.

Vadodara News: સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્ટ સમક્ષ પીડિતાનું 164 મુજબ લેવાશે નિવેદન
  • 8 વર્ષ બાદ જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ
  • વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર

વડતાલના જે.પી.સ્વામી સામે દુષ્કર્મનો આરોપ છે. જેમાં કોર્ટ સમક્ષ પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે. તેમાં 8 વર્ષ બાદ જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ FSLની ટીમે મંદિરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં જે.પી.સ્વામી સ્વામિનારાયણ મંદિરમાં ન હોવાનું ખૂલ્યું છે.

યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો

વડતાલ તાબાના વાડી સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી પર દુષ્કર્મના આરોપ મામલે આજે પીડિતાનું કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લેવાશે. યુવતીની ફરિયાદ બાદ એફ.એસ.એલની ટિમ સાથે મંદિરમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ ન હોવાનું સામે આવ્યું છે. 8 વર્ષ બાદ આખરે જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી

ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.

હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા

સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ, પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે.