વલસાડ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરોધમાં ચોથો પત્ર વાયરલ

ધવલ પટેલને બદલવાની માંગનો સો.મીડિયામાં વાયરલપત્ર વાયરલ થતાં ભાજપના ડખા બહાર આવ્યાઅત્યાર સુધી 4 પત્ર વાયરલ થઈ સામે આવ્યા છે લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં સતત આંતરિક વિરોધ વધી રહ્યો છે. જ્યાં ઉમેદવારો બદલવાથી લઈ સ્થાનિક ઉમેદવારોને લઈ રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ વડોદરા ત્યાર બાદ સાંબરકાંઠા, અમરેલી અને હવે વલસાડમાં પણ ભાજપના ઉમેદવાર સામે લેટર વોર સોશિયલ મીડિયામાં શરૂ થયું છે. જેમાં ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે આજે જે ચોથો લેટર વાઈરલ થયો છે તેમાં ધવલ પટેલને બદલવાની માગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા છે. વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ થઈ રહ્યા છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કાર્યકર્તા મિત્રો, મતદારો અને પત્રકારોને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલ આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ કરાયો છે. ધવલ પટેલને બદલવાની માગ કરવામાં આવી છે. સાથે જ વલસાડના સ્થાનિક નેતાઓને બેઠકની કંઈ પડી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.નોંધનીય છે કે વલસાડ લોકસભા મતવિસ્તારમાં વાયરલ થયેલા દરેક લેટરમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પ્રથમ લેટરમાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી. જ્યારે બીજા લેટરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલથી નારાજ BJPના કાર્યકારોએ વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ધવલ પટેલને રાખવાથી વલસાડ અને નવસારી લોકસભા બેઠક પણ ગુમાવવાનો વારો આવે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે. ત્રીજો લેટર સી.આર. પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. 

વલસાડ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરોધમાં ચોથો પત્ર વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધવલ પટેલને બદલવાની માંગનો સો.મીડિયામાં વાયરલ
  • પત્ર વાયરલ થતાં ભાજપના ડખા બહાર આવ્યા
  • અત્યાર સુધી 4 પત્ર વાયરલ થઈ સામે આવ્યા છે
લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં સતત આંતરિક વિરોધ વધી રહ્યો છે. જ્યાં ઉમેદવારો બદલવાથી લઈ સ્થાનિક ઉમેદવારોને લઈ રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ વડોદરા ત્યાર બાદ સાંબરકાંઠા, અમરેલી અને હવે વલસાડમાં પણ ભાજપના ઉમેદવાર સામે લેટર વોર સોશિયલ મીડિયામાં શરૂ થયું છે. જેમાં ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે આજે જે ચોથો લેટર વાઈરલ થયો છે તેમાં ધવલ પટેલને બદલવાની માગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા છે. વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ થઈ રહ્યા છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કાર્યકર્તા મિત્રો, મતદારો અને પત્રકારોને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલ આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ કરાયો છે. ધવલ પટેલને બદલવાની માગ કરવામાં આવી છે. સાથે જ વલસાડના સ્થાનિક નેતાઓને બેઠકની કંઈ પડી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.

નોંધનીય છે કે વલસાડ લોકસભા મતવિસ્તારમાં વાયરલ થયેલા દરેક લેટરમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પ્રથમ લેટરમાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી.

જ્યારે બીજા લેટરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલથી નારાજ BJPના કાર્યકારોએ વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ધવલ પટેલને રાખવાથી વલસાડ અને નવસારી લોકસભા બેઠક પણ ગુમાવવાનો વારો આવે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે. ત્રીજો લેટર સી.આર. પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે.