દિકરીના લગ્ન કરાવી પત્નીની જાણ બહાર પતિ પુત્રીને લઇ અમેરિકા જતો રહ્યો

અમદાવાદ,બુધવારગૃહ કલેશના કારણે મહિલાનો સુખી સંપન્ન  પરિવાર ભાંગી પડયો હોવાનો કિસ્સો વસ્ત્રાલમાં બન્યો છે, ૧૨ વર્ષ પહેલા લગ્ન કરીને મહિલા પતિ સાથે અમેરીકા રહેવા માટે ગઇ હતી  ત્યાં દિકરી સાથે બનતું ન હતું માતા દિકરીને કંઇપણ કહે તો તકરાર કરતી અને પતિ ફરિયાદી મહિલા સાથે મારઝૂડ કરતો હતો. મહિના પહેલા દિકરીના લગ્ન કરીને મહિલાને જાણ કર્યા વગર પિતા-પુત્રી અમેરિકા જતા રહ્યા હતા અને કોઇ સબંધ પણ રાખતા નથી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પિતા પુત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અમેરિકામાં પત્ની નોકરી જતી ત્યારે પર્સમાં રેકોડિંગ ચિપ્સ લગાવતા,ઘરમાં છૂપા કેમેરાથી જાસૂસી કરાતી હતી ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરીવસ્ત્રાલમાં રહેતી મહિલાએ અમેરિકામાં રહેતા પતિ અને પુત્રી સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૧૨ વર્ષ પહેલા કોર્ટમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલા પતિ સાથે અમેરિકા ખાતે રહેવા ગઇ હતી. ત્યાં બન્ને અલગ અલગ સ્ટોરમાં નોકરી કરતા હતા. જ્યારે ૨૦૧૪માં દિકરી અભ્યાસ કરવા અમદાવાદ આવી હતી અને ૨૦૧૭માં પરત અમેરિકા ગઇ હતી. જ્યાં ફરિયાદી દિકરીને કંઇ કહે તો તે ફરિયાદી સાથે તકરાર કરતી હતી અને પતિ ઉપરાણું લઇને મહિલાને મારઝૂડ કરતો હતો.ત્યારબાદ પુત્રી અમદાવાદ આવી ગઇ હતી જેથી પતિ તારા કારણે દિકરી અમદાવાદ આવી ગઇ હોવાનું કહીને મારઝૂડ કરતો હતો. એટલું જ નહી મહિલા સ્ટોર્સમાં નોકરી જાય ત્યારે પતિ  પર્સમાં રેકોડિંગ ચિપ્સ લગાડતો અને ઘરમાં પણ છૂપા કેમેરા લગાડીને જાસૂસી કરતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ચાર વર્ષ પહેલા પતિની ગ્રીન કાર્ડની ફાઇલ ચાલતી હતી પતિએ તારી ફાઇલમાં પ્રોબલેમ ના આવે તેવું કહીને મહિલાને અમદાવાદ લાવી દીધી હતી. બાદમાં ખર્ચના પૈસા પણ આપતા ન હતા અને ગયા મહિને પતિ અમદાવાદ આવ્યા હતા મહિલાને સમજાવીને સાથે રાખીને દિકરીના લગ્ન કરાવ્યા બાદ મહિલાને જાણ કર્યા વગર દિકરીને લઇને અમેરીકા જતા રહ્યા હતા બાદમાં સબંધ કટ કરી દીધો હતો. આ ઘટના અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિકરીના લગ્ન કરાવી પત્નીની જાણ બહાર પતિ પુત્રીને લઇ અમેરિકા જતો રહ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

ગૃહ કલેશના કારણે મહિલાનો સુખી સંપન્ન  પરિવાર ભાંગી પડયો હોવાનો કિસ્સો વસ્ત્રાલમાં બન્યો છે, ૧૨ વર્ષ પહેલા લગ્ન કરીને મહિલા પતિ સાથે અમેરીકા રહેવા માટે ગઇ હતી  ત્યાં દિકરી સાથે બનતું ન હતું માતા દિકરીને કંઇપણ કહે તો તકરાર કરતી અને પતિ ફરિયાદી મહિલા સાથે મારઝૂડ કરતો હતો. મહિના પહેલા દિકરીના લગ્ન કરીને મહિલાને જાણ કર્યા વગર પિતા-પુત્રી અમેરિકા જતા રહ્યા હતા અને કોઇ સબંધ પણ રાખતા નથી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પિતા પુત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમેરિકામાં પત્ની નોકરી જતી ત્યારે પર્સમાં રેકોડિંગ ચિપ્સ લગાવતા,ઘરમાં છૂપા કેમેરાથી જાસૂસી કરાતી હતી ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

વસ્ત્રાલમાં રહેતી મહિલાએ અમેરિકામાં રહેતા પતિ અને પુત્રી સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૧૨ વર્ષ પહેલા કોર્ટમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલા પતિ સાથે અમેરિકા ખાતે રહેવા ગઇ હતી. ત્યાં બન્ને અલગ અલગ સ્ટોરમાં નોકરી કરતા હતા. જ્યારે ૨૦૧૪માં દિકરી અભ્યાસ કરવા અમદાવાદ આવી હતી અને ૨૦૧૭માં પરત અમેરિકા ગઇ હતી. જ્યાં ફરિયાદી દિકરીને કંઇ કહે તો તે ફરિયાદી સાથે તકરાર કરતી હતી અને પતિ ઉપરાણું લઇને મહિલાને મારઝૂડ કરતો હતો.

ત્યારબાદ પુત્રી અમદાવાદ આવી ગઇ હતી જેથી પતિ તારા કારણે દિકરી અમદાવાદ આવી ગઇ હોવાનું કહીને મારઝૂડ કરતો હતો. એટલું જ નહી મહિલા સ્ટોર્સમાં નોકરી જાય ત્યારે પતિ  પર્સમાં રેકોડિંગ ચિપ્સ લગાડતો અને ઘરમાં પણ છૂપા કેમેરા લગાડીને જાસૂસી કરતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ચાર વર્ષ પહેલા પતિની ગ્રીન કાર્ડની ફાઇલ ચાલતી હતી પતિએ તારી ફાઇલમાં પ્રોબલેમ ના આવે તેવું કહીને મહિલાને અમદાવાદ લાવી દીધી હતી. બાદમાં ખર્ચના પૈસા પણ આપતા ન હતા અને ગયા મહિને પતિ અમદાવાદ આવ્યા હતા મહિલાને સમજાવીને સાથે રાખીને દિકરીના લગ્ન કરાવ્યા બાદ મહિલાને જાણ કર્યા વગર દિકરીને લઇને અમેરીકા જતા રહ્યા હતા બાદમાં સબંધ કટ કરી દીધો હતો. આ ઘટના અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.