Vadodara News : ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી,લાકડી લઈ બહાર આવ્યા

ભૂમિકા રાણાના પિતાએ પૂર્વ કોર્પોરેટરના બાંકડા હટાવ્યા પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ કોર્પોરેટરના પિતાએ દારૂ પીધેલા હોવાનું કબુલ્યું : સ્થાનિક વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે.વોર્ડ 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા લાકડી લઈને મારવા પહોંચ્યા હતા. કોર્પોરેટરના પિતાએ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ થયો છે. સ્થાનિકોએ વિરોધ કરતા કોર્પોરેટરના પિતા લાકડી લઈ પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્થાનિકોએ કોર્પોરેટરના પિતાએ દારૂ પીધેલા હોવાનું પૂછ્યું હતું. કોર્પોરેટરના પિતાએ દારૂ પીધેલા હોવાની કબૂલાત કરી હતી. અગાઉ પણ ભૂમિકા રાણાના પિતા વિવાદમાં આવી ચૂકયા છે. કોર્પોરેટરના પિતાનુ શું કહેવું છે આવો જાણીએ નરેશ રાણા કે જેઓ વિવાદમાં આવ્યા છે,તેમનું કહેવું છે કે મે જીવનમાં દારૂને હાથ અડાવ્યો નથી,મોડી રાત સુધી અસામાજિક તત્વો બહાર બેસી રહે છે તેને લઈ હુ લાકડી લઈને નિકળ્યો હતો.અને હુ લોકોને મળવા નિકળ્યો હતો અને મારા સ્વબચાવ માટે હુ લાકડી લઈને નિકળ્યો હતો.તો નરેશન રાણાનું કહેવુ છે કે બે દિવસ અગાઉ કેટલાક લોકો મારા ઘરે દારૂ પીને આવ્યા હતા અને મગજમારી કરતા હતા,હુ તો પોતે વ્યસન મુકિતનો કાર્યક્રમ કરતો આવ્યો છું,મારી દીકરી ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી હુ નાના મોટા કામમાં તેને મદદ કરૂ છુ.નરેશ રાણા પહેલા પણ વિવાદમાં આવ્યા વડોદરા શહેરના વોર્ડ નં- 7ના મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણા હાલ ભાજપના કોર્પોરેટર છે. તેઓ એક સામાન્ય જીવન જીવે છે, પરંતુ તેમના પિતા અવાર નવાર તેમની હરકતોના કારણે વિવાદમાં સપડાય છે. દિકરી ભાજપની કોર્પોરેટર છે એટલે તેમની સામે કોઇ કાર્યવાહી નહીં થાય, કોઇ તેમની સામે બોલશે નહીં તેવુ માની બેઠેલા નરેશભાઇ રાણા વિસ્તારના જાણે પોતે જ કોર્પોરેટર હોય તેવો રોફ દર્શાવી દાદાગીરી કરતા એક વીડિયોમાં કેદ થયા છે.થોડા સમય પહેલા કારેલીબાદ પાણીની ટાંકી પર હાજર કર્મચારીઓ સાથે પણ નરેશ રાણા દ્વારા દાદાગીરી કરી બોલાચાલી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સાથે પણ માથાકુટ કરતા વિવાદમાં સપડાયા હતા.  

Vadodara News : ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી,લાકડી લઈ બહાર આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂમિકા રાણાના પિતાએ પૂર્વ કોર્પોરેટરના બાંકડા હટાવ્યા
  • પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ
  • કોર્પોરેટરના પિતાએ દારૂ પીધેલા હોવાનું કબુલ્યું : સ્થાનિક

વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે.વોર્ડ 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા લાકડી લઈને મારવા પહોંચ્યા હતા. કોર્પોરેટરના પિતાએ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ થયો છે. સ્થાનિકોએ વિરોધ કરતા કોર્પોરેટરના પિતા લાકડી લઈ પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્થાનિકોએ કોર્પોરેટરના પિતાએ દારૂ પીધેલા હોવાનું પૂછ્યું હતું. કોર્પોરેટરના પિતાએ દારૂ પીધેલા હોવાની કબૂલાત કરી હતી. અગાઉ પણ ભૂમિકા રાણાના પિતા વિવાદમાં આવી ચૂકયા છે.

કોર્પોરેટરના પિતાનુ શું કહેવું છે આવો જાણીએ

નરેશ રાણા કે જેઓ વિવાદમાં આવ્યા છે,તેમનું કહેવું છે કે મે જીવનમાં દારૂને હાથ અડાવ્યો નથી,મોડી રાત સુધી અસામાજિક તત્વો બહાર બેસી રહે છે તેને લઈ હુ લાકડી લઈને નિકળ્યો હતો.અને હુ લોકોને મળવા નિકળ્યો હતો અને મારા સ્વબચાવ માટે હુ લાકડી લઈને નિકળ્યો હતો.તો નરેશન રાણાનું કહેવુ છે કે બે દિવસ અગાઉ કેટલાક લોકો મારા ઘરે દારૂ પીને આવ્યા હતા અને મગજમારી કરતા હતા,હુ તો પોતે વ્યસન મુકિતનો કાર્યક્રમ કરતો આવ્યો છું,મારી દીકરી ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી હુ નાના મોટા કામમાં તેને મદદ કરૂ છુ.


નરેશ રાણા પહેલા પણ વિવાદમાં આવ્યા

વડોદરા શહેરના વોર્ડ નં- 7ના મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણા હાલ ભાજપના કોર્પોરેટર છે. તેઓ એક સામાન્ય જીવન જીવે છે, પરંતુ તેમના પિતા અવાર નવાર તેમની હરકતોના કારણે વિવાદમાં સપડાય છે. દિકરી ભાજપની કોર્પોરેટર છે એટલે તેમની સામે કોઇ કાર્યવાહી નહીં થાય, કોઇ તેમની સામે બોલશે નહીં તેવુ માની બેઠેલા નરેશભાઇ રાણા વિસ્તારના જાણે પોતે જ કોર્પોરેટર હોય તેવો રોફ દર્શાવી દાદાગીરી કરતા એક વીડિયોમાં કેદ થયા છે.થોડા સમય પહેલા કારેલીબાદ પાણીની ટાંકી પર હાજર કર્મચારીઓ સાથે પણ નરેશ રાણા દ્વારા દાદાગીરી કરી બોલાચાલી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સાથે પણ માથાકુટ કરતા વિવાદમાં સપડાયા હતા.